ટીપ્સ ૧: ઘરે પાલખ-પુલાવ બનાવતા હોઈએ ત્યારે, પાલખ-પુલાવનો લીલો રંગ જળવાઈ રહે તે માટે પુલાવ બનાવતા પહેલાં, પાલખને ઊકળતા પાણીમાં નાખીને તુરંત કાઢી લેવા અને ત્યારબાદ બરફવાળા ઠંડા પાણીમાં અથવા ફ્રીજ માં થોડીવાર રાખી મૂકવી દેવા. અને ત્યારબાદ પાલખની ગ્રેવી બનાવવી.
ટીપ્સ ૨: કોઈ પણ શાકભાજી બાફતી વખતે પાણીમાં થોડુંક મીઠું (નમક) ઉમેરવું. અને શાક બફાઈ ગયા બાદ એને તુરંત બરફના ટુકડા નાખેલા ઠંડા પાણીમાં નાખવા.
ટીપ્સ 3: ફ્લાવરને બાફતી વખતે પાણીમાં થોડુંક મીઠું તેમજ દૂધ ઉમેરવું. જેથી કરીને ફ્લાવરનો રંગ જળવાઈ રહશે.
જો તમારી પાસે ઉપરની પ્રક્રિયા કરવાનો સમય ના હોય તો શાકને સુધારીને તુરંત વઘાર કરતી વખતે તેલમાં થોડીક હળદર ઉમેરો. અથવા શાકનો વઘાર કર્યા પછી એમાં સાકરના થોડાંક દાણાં ઉમેરો. અને ઢાંકણ ઢાંક્યા વગર શાક રાંધો.
મિત્રો જો તમે પણ રસોઈ બનાવવાના શોખીન છો. અને તમારી બનાવેલી વાનગી બીજાને શીખવવા માંગો છો તો તમારી પોતાની રેસિપી અમને મોકલવા માટે નીચે આપેલી લિંક પર જઈ ને તમારૂ ફોર્મ ભરો અને અમને મોકલો.અમે તમારી રેસિપિ તમારા ફોટા સહીત અમારી વેબસાઈટ પર મુકીશું. અને વધુ જાણકારી માટે તમે અમેન ફેસબુક પર મેસેજ કરી શકો છો.
Submit Recipe: https://www.gujjumedia.in/submit-recipe