કેક એક એવી વસ્તુ છે જેને તમે કોઈ પણ ઉંમરની વ્યક્તિને આપો તો આનાકાની કર્યા વગર ખાઈ લે. આજકાલ મગ કેકનો ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મગ કેક મગમાં બનાવવામાં આવે છે, જે ઝડપથી બની જાય છે. તેમજ તમે તને ગમે ત્યારે બનાવી શકો છો. વળી તેમાં વધારે સામગ્રીની પણ જરૂર પડતી નથી.
Contents
સામગ્રી
- 1 1/2 ટે. સ્પૂન મેદો
- 1/2 ટી સ્પૂન બેકિંગ પાઉડર
- 1 ટે. સ્પૂન કોકો પાઉડર
- 1/4 કપ દળેલી ખાંડ
- 1 ટે. સ્પૂન ખાંડ
- 2 ટે.સ્પૂન બટર
- 2 ટે. સ્પૂન ચોકલેટ સીરપ
બનાવવાની રીત
એક મોટો મગ લો. તેમાં રિફાઈન્ડ ફ્લોર, બેકિંગ પાઉડર, કોકો પાઉડર, ખાંડ લઈને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બટર અને ચોકલેટ સીરપ ઉમેરીને મિક્સ કરી લો. મિક્સ કરતી વખતે તેમાં લમ્પ્સ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આ મગને માઈક્રોવેવમાં હાઈસ્પીડ પર 90 સેકન્ડ માટે રાખી લો. બેક થઈ જાય એટલે માઈક્રોવેવ બંધ કરીને મગ બહાર કાઢી લો. ઉપરથી આઈસિંગ શુગરથી ગાર્નિશ કરી સર્વ કરો.