શ્રાવણ મહિનો એટલે તહેવારોની મોસમ, શ્રાવણ મહિનાની શરુઆત સાથે જ તહેવારો શુરૂ થઇ જાય છે, ત્યારે આ વખત કોરોના કાળમાં આપણે તહેવારોમાં બહારથી મીઠાઇ લાવવાનું પસંદ કરતા નથી.
જન્માષ્ઢમી આવી રહી છે ત્યારે જન્માષ્ઢી પર ભગવાન શ્રીકુષ્ણને પ્રિય એવા મથુરાના પેંડા ઘરે બનવો,જાણો મથુરાના પેંડા બનાવવાની એકદમ ઇસી રેસિપી
સામગ્રી
- 250 ગ્રામ -માવો
- 200 ગ્રામ – બૂરુંખાડ
- 2થી 3 ટેબલ સ્પૂન-ઘી
- 1 ટી સ્પૂન -એલચીનો ભૂકો
બનાવવાની રીત
કોઇ એક મોટી કઢાઈમાં માવો નાંખી માવો શેકો. માવો શેકતી વખતે ધ્યાન રાખો કે તે કઢાઈમાં ચોંટે નહીં. જ્યારે માવાનો રંગ બદલાવા લાગે ત્યારે તેમાં થોડું દૂધ કે ઘી નાંખો અને ત્યાં સુધી શેકો જ્યાંસુધી તે બ્રાઉન રંગ ન થાય. જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય તો તેમાં 2 ચમચી ઘી નાંખો અને ફરી શેકો.
હવે માવો ઠંડો થવા દો. તે સંપૂર્ણપણે ઠંડો થઇ જાય એટલે તેમાં 200 ગ્રામ બૂરુ ખાંડ સારી રીતે મિક્સ કરો, ખાંડેલી ઇલાયચી પણ આ મિશ્રણમાં નાંખી દો.
વધેલી 100 ગ્રામ બૂરુ ખાંડને એક પ્લેટમાં નાંખો. હવે પેંડાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તેના ઇચ્છો તે માપના અને આકારના પેંડા વાળો હવે આવા દરેક પેંડાને પ્લેટમાં નાંખેલી બૂરુ ખાંડમાં રગડો જેમ-જેમ આ રીતે પેંડા તૈયાર થતા જાય તેમ-તેમ તેને અલગ પ્લેટમાં કે ડબ્બામાં કાઢતા જાઓ.તૈયાર છે તમારા મથુરાના પેંડા.
તમે તેનો સ્વાદ માણી શકો છો. વધેલા પેંડાને 2-3 કલાક માટે ખુલ્લી હવામાં રાખો. તે થોડા ડ્રાય થઇ જાય એટલે તેને ડબ્બામાં ભરી લો. ઇચ્છો ત્યારે તે ખાઇ શકો છો. જો માવો સારી રીતે સાંતળવામાં આવ્યો હોય તો તમે આ પેંડા મહિના સુધી રાખી શકો છો.