શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે શ્રાવણ મહિનામાં ઉપવાસનો પણ ખૂબ મહિમા વધારે છે ત્યારે આ ઉપવાસ ગુજરાતનું ફેમસ ફૂડ છે પાત્રા તો ઉપવાસમાં બનાવો ફરાળી પાત્રા તો જાણીએ ફરાળી પાત્રાની એકદમ સરળ રેસિપી.
સામગ્રી
- 2 કપ શિંગોડાનો લોટ
- સ્વાદાનુંસાર મીઠું
- ચપટી ખાંડ
- 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી લીંબૂનો રસ
- 5-6 પતરવેલના પાન
- 2 ચમચી સમારેલી કોથમીર
- જરૂર મુજબ પાણી
- 1 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી તલ
- 5-6 લીમડાના પાન
- 1/2 ચમચી ખાંડ
- 2 ચમચી લીંબૂનો રસ
- 1 નંગ સમારેલું લીલું મરચું
- ચપટી મીઠું
- 1/2 કપ પાણી
બનાવવાની રીત
સૌથી પહેલા આપણે પાત્રામાં અંદર લગાવવા માટેનું ખીરું બનાવીશું. આ માટે એક બાઉલ લો. તેમાં શિંગોડાનો લોટ ઉમેરો. હવે તેમાં મીઠું, ખાંડ, લીલા મરચાની પેસ્ટ તેમજ લીંબૂનો રસ ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને થોડું ઘટ્ટ ખીરું બનાવી લો.
પતરવેલના પાનને ધોઈને કપડાથી સાફ કરી લો. ત્યારબાદ પાન પરની નસો દૂર કરી લો. આ પાન પર તૈયાર કરેલું થોડું ખીરું લગાવો. તેના પર બીજું પાન મૂકો. ઉપર ફરી થોડું ખીરું લગાવીને ટાઈટ રોલ વાળી લો. આ રીતે તમામ પાનમાંથી રોલ તૈયાર કરી લો,સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે પાનના રોલને તેમાં બાફવા મૂકી દો. તે બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને બહાર કરી લો. આ રોલમાંથી મીડિયમ સાઈઝના ટુકડા કરી લો.
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ ઉમેરીને તતડવા દો. બાદમાં તેમાં તલ, લીમડાના પાન, ખાંડ, લીંબૂનો રસ, સમારેલું લીંલુ મરચું, મીઠું તેમજ પાણી ઉમેરીને તેને 2-3 મિનિટ ઉકળવા દો. બાદમાં તેમાં સમારેલા પાત્રા ઉમેરીને મિક્સ કરી લો. આ પાત્રાને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.