આવતી કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે.શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે.પંરતુ આખા મહિનાના ઉપવાસમાં આપણે એકની એક ફરાળી વાનગી ખાઇને કંટાળી ગયા હોઇએ છે, ત્યારે આજે આપણા બધા માટે ટેસ્ટી ફરાળી ઢોસા રેસિપી લઇને આવ્યા છે.તો આ શ્રાવણ મહિનામાં તેમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફરાળી ઢોસા, ફરાળી ઢોસા બનાવવા માટે જોઇશે.
સામગ્રી
- ૧/૨ કપ સામો
- ૧/૨ કપ રાજગીરાનો લોટ
- ૧/૨ કપ ખાટ્ટી છાસ
- ૧ ટેબલસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
- સિંધવ મીઠું , સ્વાદાનુસાર
- તેલ. જરૂરપ્રમાણે
- મગફળી-દહીંની ચટણી
બનાવવાની રીત
સામાને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.તે પછી તેને નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, છાસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો.
એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળાકારમાં ફેરવી ગોળ ઢોસા તૈયાર કરો.ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.મગફળી-દહીંની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.