શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય છે, ત્યારે ઉપવાસમાં નવુ નવુ ખાવાની ઇચ્છા થતી હોય છે.એમા પણ જો ભેલ મળી જાય તો ઉપવાસ કરનારાઓને પણ મજા પડી જાય,અને આવા વરસાદના મોસમમાં પણ એકદમ ટેસ્ટી ફરાળી ભેલ ખાવા મળી જાય ખૂબ મજા પડી જાય તો જાણી લો એકદમ ટેસ્ટી ફરાળી ભેલની રેસિપી
Contents
સામગ્રી
- 1 બાઉલ ફરાળી ચેવડો
- 2 બાફેલા બટેટાનો માવો
- 2 બાફેલા બટેટા ઝીણા સમારેલા
- 1 વાટકો દહીં
- 1 ટમેટું ઝીણું સમારેલુ
- 1 લીલુ મરચું ઝીણું સમારેલુ
- 1 વાટકી વેફર ના કટકા
- 1 વાટકી આમલીની ચટણી
- 1 વાટકી લીલી ચટણી
- ૧ ચમચી લાલ મરચું પાઉડર
- 1/2ચમચી ગરમ મસાલો
- સ્વાદ અનુસાર મીઠું
- સ્વાદ અનુસાર સંચળ પાઉડર
બનાવવાની રીત
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યાર બાદ એક વાસણમાં ફરાળી ચેવડો,બાફેલા બટાટાનો માવો, બાફેલા બટાટાના કટકા, ટમેટૂ,મરચું ઝીણું સમારેલુ,વેફર ના કટકા અને બધા મસાલા ઉમેરો.ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી આમલીની ચટણી,ત્રણથી ચાર ચમચી લીલી ચટણી,ત્રણથી ચાર ચમચી દહીં ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો.તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેની ઉપર આમલીની ચટણી,લીલી ચટણી અને દહીં થી ગાર્નીશ કરો. તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ફરાળી જે ખૂબ જ ચટપટી અને ટેસ્ટી લાગે છે