કેળાની વેફર એક એવો નાસ્તો છે , જે નાના મોટા બધા ને જ ભાવે અને કોઈ પણ સમયે ભાવે. આ વેફરને મોઢામાં મુક્યા બાદ જરૂરથી બીજી ખાવાનું મન થાય જ. આ વેફર બનાવવી જેટલી સરળ છે એટલી જ સહેલી પણ છે. તો ચાલો વેફર બનાવી આટલી આસાન હોય તો ઘરે બનાવીને જ તેની મજા માણીએ .
સામગ્રી :
6 નંગ કાચા કેળા
તળવા માટે તેલ
અડધી ચમચી મરીનો પાઉડર
સ્વાદ અનુસાર મીઠું
ચાલો શરુ કરીએ …
સૌ પ્રથમ તો એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
ત્યારબાદ કાચા કેળાની છાલ ઉતારી તો.
કેળાની ગોળ કે લાંબી ઉભી પાતળી ચીપ્સ બનાવી લો.
વેફર પડવાનું મશીન લઇ વેફર પાડી લો.
તેલ ગરમ થઇ ગયું હોય તો થોડી વેફર નાંખી દો .
ધીમે તાપે તળો . જેથી એકદમ કડક થાય .
તળેલી ચિપ્સને બહાર કાઢી પેપર ટોવેલ પર મુકો જેથી વધારાનું તેલ શોષાય જાય.
તૈયાર થયેલી વેફર પર મરીનો પાઉડર અને મીઠું છાંટી પીરસો .
નોંધ: વેફર બનાવવા માટેના કેળા કાચા પસંદ કરવા.. પીળા પડી ગયેલા કે પોચા કેળાની વેફર સારી નહીં બને.