દેશમાં લોકડાઉનનો સમય લંબાવી દીધો છે. અને હવે 3 મે સુધી આપણે બધાને કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે ઘરે જ રહેવાનું છે. ત્યારે ઘરે ખાલી સમયે મીઠાશ ખાવા માટે તમારું પણ મન લલચાતું હશે. પણ પછી મીઠાશ ખાઇને ડાયાબિટીઝથી લઇને અન્ય બિમારીઓના ખતરા સાથે વજન વધવાની પણ સંભાવના રહે છે.
ત્યારે આજે અમે તમને કેટલાક તેવા સરળ ઉપાય કહીશું જેથી તમે મીઠાશ પણ ખાઇ શકશો અને સાથે ડાયાબિટિઝ કે પછી વજન વધવાની ચિંતાથી પણ ચિંતામુક્ત રહી શકશો. તો જાણો કેવી રીતે મીઠાશની આ ઇચ્છાને માર્યા વગર આ લોકડાઉનના સમયમાં પતળા રહેવું.
ખજૂર
વધતા વજનને કંટ્રોલ કરવા માટે દરરોજ ખજૂર ખાવો જોઈએ. દૂધ સાથે દરરોજના માટે ખજૂર ખાવાથી હાડકા પણ મજબુત બને છે. શરીરમાં રહેલી હિમોગ્લોબીનની ઊણપ ને પણ તે દૂર કરે છે. જે લોકો કમજોરી અનુભવતા હોય તે લોકોએ દરરોજ સેવન કરવું જોઈએ.
સફરજન
સફરજનમાં મીઠાશ સારા પ્રમાણમાં હોય છે. તે તમારી મીઠાશની ઇચ્છા ચોક્કસથી ઓછી કરશે. અને સાથે જ સફરજન ખાવાની તમારું સ્વાસ્થય પણ સ્વસ્થ રહેશે. વળી તે વર્ક ફોર્મ હોમ કરતી વખતે તમારું ધ્યાન વધુ કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે.
કાળી કે લીલી દ્વાક્ષ
કાળી કે લીલી દ્રાક્ષ. ખાધા પછી જો તમારું મીઠાશ ખાવાનું મન કરે તો ચિંતા મુક્ત થઇને દસ સૂકી દ્રાક્ષ ખાઇ લો. 10 થી 15 દ્રાક્ષ ખાવાથી તમારી મીઠાશ ખાવાની ઇચ્છા પણ પૂરી થશે અને સાથે જ તમારી પાચન શક્તિ વધારવામાં આ દ્રાક્ષ મદદ કરશે.
ડાર્ક ચોકલેટ
મીઠાશની તલપ ઓછી કરવા તમે ડાર્ક ચોકલેટ પણ ખાઇ શકો છો. તે તમારા મૂડ સ્વીંગને ઓછું કરવામાં પણ મદદ કરશે અને તે તમારા સ્વાસ્થય માટે પણ સારો ઉપાય છે.
ગાજરની ખીર
મીઠાશ ખાવાનું મન થાય તો તમે ગાજરની ખીર પણ બનાવી શકો છો. શર્ત એટલી કે ગાજરની જે ઓરીજનલ મીઠાશ છે તેનો જ ઉપયોગ કરવાનો ઉપરથી ખાંડ નહીં નાખવાની. ઇચ્છા હોય તો મધ નાંખી શકો છો. આમ આ ઉપરોક્ત વસ્તુઓથી તમે તમારા મીઠાશ ખાવાની ઇચ્છાને ઓછી કરી લોકડાઉનના આ સમયમાં સ્વસ્થ રહી શકો છો.