ગુજરાતીને ખાવાપીવાના શોખીન માનવામાં આવે છે.ગુજરાતીઓને અલગ-અલગ પ્રકારના ફુડ ખાવા અને ખવડાવાનો અનેરો શોખ હોય છે, એમાંય અમદાવદનું તો શું કહેવું.અમદાવાદ એક એવું શહેર છે,જ્યાં ગુજરાતના અલગ-અલગ જગ્યાંએથી લોકો આવીને રહે છે, હવે અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર થઈ ગઈ છે.
જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય તેવો અહેસાસ થશે. આ સ્ટ્રીટમાં ડસ્ટબીન અને અલગ ડ્રેનેજ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જેથી સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહે.
અમદાવાદમાં ખાવાના શોખીનો માટે લો-ગાર્ડન પાસે ખાણીપીણીની માર્કેટનો પહેલાંથી જ ખૂબ ક્રેજ રહ્યો છે. જોકે અહીં ગમે તેમ લારીઓ પાર્ક થતી હોવાથી ટ્રાફિક અને ગંદકીની સમસ્યા બહુ જોવા મળતી હતી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ દૂર કરી તેને નવેસરથી ‘હેપ્પી સ્ટ્રીટ’ તરીકે ડેવલપ કરી છે.
આ ‘હેપ્પી સ્ટ્રીટ’ની એક સાઈડ 31 મોટી અને 111 નાની મળી કુલ 42 ફુડ વાન ઉભી રહેશે. મોટી ફૂડ વાનની નજીક 24 અને નાના ફૂડવાનની નજીક 8 ગ્રાહકોની ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવી શકાશે.આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો છે. તેમજ અનેક ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. ‘હેપ્પી સ્ટ્રીટ’ સાંજના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે મહત્વની વાત છે કે, દિવસ દરમિયાન આ જગ્યાને પાર્કિગ તરીકે ઉપયોગ કરવામાં આવશે કેવું જાણવા મળ્યું છે.
સાંજે 6 વાગ્યા બાદ એક તરફ પાર્કીગ ઉપલબ્ધ રહેશે. ફુડવાન ધારકોએ ફૂડકોર્ટના સ્થળે સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવા વોશબેસીન સહિતની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.તેની સાથે જ પાર્કિંગની બાજુમાં સાઈકલ રાઈડિંગ માટે અલગ પાથ બનાવવામાં આવ્યો છે. તેમજ તેની બાજુમાં ફુટપાથ પણ બનાવવામાં આવ્યો છે.
મોર્નિંગ વોક માટે નીકળતાં લોકો તેનો લાભ લઈ શકશે. દરેક વાનની બાજુમાં ડ્રેનેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલે પાણી અને કચરાનો તાત્કાલિક નિકાલ થઈ જશે અને સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહેશે.વાત કરીએ તો નવેમ્બરમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી.
કોર્પોરેશન ફુડ વાન માટે ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં સૌથી મોટી જગ્યા માટે રૂપિયા 1.67 લાખ અને નાની જગ્યા માટે રૂપિયા 90 હજાર સુધીના ભાવ મળ્યા હતા. કોર્પોરેશનને વર્ષે અંદાજે 4 કરોડની આવક થશે.