“પથ્થર હૃદય” શબ્દને એક નવો અર્થ આપતા, વિશ્વના કેટલાક કલાકારો તેમના શિલ્પોમાં એવી ગજબની લાગણીઓ ઉમેરી રહ્યા છે, કે તેમનું કાર્ય વિશ્વભરના લોકોના હદયને જીતી રહ્યું છે. કોઈ જ પ્રકારનાં શબ્દના ઉચ્ચારણ વિના જ શક્તિશાળી સંદેશાઓ પથ્થર, આરસ અને અન્ય શિલ્પો દ્વારા પહોંચાડવા જેમાં હજાર ભાવનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તો ચાલો જોઈએ આવા કેટલાક શિલ્પો વિશે…
1 ) નેલ્લો અને પેટ્રાશે : (Nello & Patrasche)
બેલ્જિયમના લેડી એન્ટવર્પના કેથેડ્રલની બહાર, પથ્થરથી બનેલા ધાબળા નીચે પાલતુ પ્રાણી શ્વાન સાથે એક સૂતા છોકરાની વિશાળ મૂર્તિ છે. પ્રથમ નજરમાં આ પ્રતિમા ઘણી “સુંદર” લાગે છે પરંતુ તેની પાછળની વાર્તા ખરેખર હૃદયસ્પર્શી છે. ઉલ્લેખનીય છે કે, આ શિલ્પ નેલ્લો અને તેનો બચાવ કરાયેલ પાલતુ શ્વાન પેટ્રાશેનું છે, જે 19 મી સદીના પ્રખ્યાત વાર્તાના નાયકો છે. જેમાં નેલ્લોએ ગરીબી અને ભૂખ સામે લડતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે તેની બાજુમાં રહેતા તેના શ્રેષ્ઠ મિત્ર શ્વાન સાથે ચર્ચમાં મૃત્યુ થીજીને તેણે પોતાનું જીવન ગુમાવ્યું હતું.
2 ) વિસ્તરણ : ( Expansion)
પેજે બ્રેડલીના આ શક્તિશાળી શિલ્પની પાછળ કોઈ ખાસ સ્ટોરી નથી, પરંતુ તે મનુષ્યની અંદર રહેલા તત્વોને પ્રતિબિંબિત કરે છે. જે કંટાળાજનક કલાકો, અપેક્ષાઓ અને ગેરસમજોની નીચે દફનાવવામાં આવેલ આંતરિક શક્તિનું અવલોકન કરે છે. અહીં અસ્વીકારથી કંટાળીને કલાકાર શાબ્દિક રીતે ધ્યાન કરતી સ્ત્રીની એક સંપૂર્ણ શિલ્પવાળી કૃતિને લઈ ,તેને ફ્લોર પર તોડી નાખે છે. જે પછીથી જ તેને યોગ્ય માર્ગ મળ્યો અને તેણે એ વિખરાયેલા ટુકડાઓ ફરી એકસાથે મૂકી દીધા. આ જ રીતે આ શિલ્પ પ્રખ્યાત થયું. તેમાં સંદેશો પાઠવવામાં આવ્યો છે કે, ભલે તમે ગમે તેટલા તૂટી ચુક્યા હોવ, પણ તમારી જાત પર ફરી એક વાર વિશ્વાસ કરીને એક તક લો. આ પ્રતિમા હાલમાં ન્યુ યોર્ક સિટીમાં એક ખાનગી સંગ્રહનો ભાગ છે.
3 ) નોટેડ ગન : (Knotted Gun)
ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયમાં એક વિશાળ કોલટ પાયથોન આવેલું છે .357 મેગ્નમ રિવોલ્વર, જેમાં નોઝલ બંધાયેલ છે. જે “અહિંસા” શિલ્પ તરીકે જાણીતું છે. જોકે, આની પાછળની વાર્તા તેનાથી પણ મોટો અર્થ ધરાવે છે. આ આર્ટિકલ 1985માં ગાયક જ્હોન લેનન અને તેના મિત્ર ની યાદમાં, કાર્લ ફ્રેડ્રિક રોઇટર્સવેર્ડે બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, ધ બીટલ્સના સ્થાપક, જ્હોનને તેના જ નિવાસસ્થાને એક વ્યક્તિએ ઠાર માર્યો હતો.
4 ) લવ : (Love — Children stuck in adult bodies)
એલેક્ઝાંડર મિલોવ દ્વારા બનાવવામાં આવેલ આ શિલ્પમાં 2 પુખ્ત વયનાં વળાંક દર્શાવવામાં આવ્યા છે, કેમ કે તેમના આંતરિક બાળકો એકબીજા માટે ઝંખના કરે છે. ઉલ્લેખનીય છે કે, કલાના આ ભાગનું વિવિધ રીતે અર્થઘટન કરી શકાય છે, સામાન્ય રીતે અહીં બાળકોને માતા-પિતાના અલગ રહેવાથી પોતાનું બાળપણ ગુમાવવું પડે છે, તેમજ અહી પ્રેમીઓ પોતાના અહંકારને પ્રથમ મૂકતા હોવાથી તેમણે પણ પોતાના મનને મારવું પડે છે, તે દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં પુખ્ત વયના લોકો જેમણે તેમનું બાળપણ ગુમાવ્યું છે તે પણ પ્રતિબિંબિત થાય છે.
5 ) ડેન્યૂબ નદીના કિનારા પરના શુઝ : (Shoes on the Danube Bank)
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, યહૂદીઓને કહેવામાં આવ્યું કે તેઓ તેમના જૂતાને પાછળ છોડી દે અને તેમના ભવિષ્યને પહોંચી વળવા નદીની પાસે ઉભા રહે. ડેન્યૂબ કાંઠે શૂઝ એક શિલ્પ છે, જેમાં નદીના કાંઠે પોતાનો જીવ ગુમાવનારા 3500 લોકોની યાદમાં લોખંડના પગરખાં દર્શાવવામાં આવ્યા છે. હંગેરીના બુડાપેસ્ટમાં આ સ્મારકની મુલાકાત યાત્રિકો દ્વારા લેવામાં આવે છે.
6 ) હચીકો : (Hachiko Statue)
જાપાનના ટોક્યો, શિબુયા સ્ક્રેબલ ક્રોસિંગ ક્રોસ કરનારા ઘણા લોકો માટે નજીકની શ્વાનની પ્રતિમા એ માત્ર એક શ્વાનનું શિલ્પ છે, પરંતુ સ્થાનિકો માટે તે ઘણું વધારે મહત્વનું છે. શિલ્પ ભલે સામાન્ય લાગે, પણ તે ખૂબ જ અદભૂત શ્વાનના સન્માન માટે બનાવવામાં આવ્યું છે. હચીકોને યુનિવર્સિટીના પ્રોફેસર યુનોએ દત્તક લીધો હતો. દરરોજ, હાચી તેના માસ્ટરની સ્ટેશન પર પાછા આવવાની રાહ જોતો હતો. પરંતુ પ્રોફેસર તેમના કામ કરવાના સ્થળ પર જ મગજમાં હેમરેજ થવાના કારણે મૃત્યુ પામ્યા. હાચી તેના માસ્ટર હવે પાછા નહીં આવે તે હકીકતથી અજાણ, દરરોજ 9 વર્ષ સુધી દરરોજ સ્ટેશન પર યુનોની રાહ જોતો રહ્યો. અને આખરે મૃત્યુ પામ્યો અને તેની રાખ તેના માસ્ટરની બાજુમાં દફનાવવામાં આવી.
7 ) અલી અને નીનો : (Ali and Nino)
રીઅલ-લાઇફથી લઈને હોલીવુડ સુધી, આપણે ઘણી પ્રેમકથાઓ વિષે જાણીએ છીએ. જેમાંની એક રીઅલ સ્ટોરી અલી અને નીનોની છે. જેમાં 2 પ્રેમીઓ કે જેઓ તેમની જુદી જુદી ધાર્મિક પૃષ્ઠભૂમિને કારણે એકબીજા સાથે ન રહી શક્યા. જેમની ઉદાસ વાર્તાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જ્યોર્જિયાના બટુમીમાં દરરોજ સાત વાગ્યે, આ શિલ્પો એકબીજા તરફ આગળ વધે છે અને પછી તે રસ્તો ઓળંગી જાય છે અને ત્યાંથી આગળ વધે છે.