કોઈ પણ ફરસાણ હોય કે પછી માત્ર શાક-રોટલી…જો તેની સાથે ચટણી હોય તો ખાવાની મજા જ અલગ આવે. લસણ અને સૂકા લાલા મરચાની ચટણીની વાત પણ કંઈ આવી જ છે. આ ચટણીને લગભગ દરેક ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી લસણ, સૂકા લાલ મરચા અને ડુંગળીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
સામગ્રી
- 30 નંગ લસણની કળી
- 1 નંગ સમારેલી ડુંગળી
- સ્વાદાનુંસાર મીઠું
- 10 સૂકા લાલ મરચા
- 1 ચમચી જીરું
બનાવવાની રીત
સૌ પ્રથમ સૂકા લાલ મરચાંને તે ડૂબે એટલા ગરમ પાણીમાં લઈને 4-5 કલાક પલાળવા મૂકો. જો તમે ઈચ્છો તો સૂકા લાલ મરચાનાં બીજ કાઢી શકે છે.એક બ્લેન્ડર જારમાં પલાળેલા લાલ મરચાંને લઈને ક્રશ કરી લો.
તેને એક બાઉલમાં કાઢી લો.આ જ બ્લેન્ડર જારમાં લસણની કળી અને સમારેલી ડુંગળી લઈને ક્રશ કરી લો. બાદમાં તેમાં સૂકા લાલ મરચામાંથી તૈયાર કરેલી પેસ્ટ અને જીરું ઉમેરો. તેને ત્યાં સુધી ક્રશ કરો જ્યાં સુધી તે સ્મૂધ ન થઈ જાય.આ પેસ્ટને બાઉલમાં કાઢી લો. ઉપરથી મીઠું ઉમેરીને મિક્સ કરી લો. તો તૈયાર છે, લસણ અને લાલ મરચાની ચટણી.