શ્રાવણ મહિનામાં ફરાળી ખાવાના શોખીન માટે ખૂબ મહત્વનું છે, કારણે શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ વધુ ખાવામાં આવે છે,ત્યારે એકનું એક ખાઇને કંટાળો આવતો હોય છે, ત્યારે ઉપવાસ માં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી પેટીસ,જાણો ફરાળી પેટીસ બનાવવાની રેસિપી
Contents
સામગ્રી
- ૬-૭ બાફેલા બટેટા
- ૧ વાટકી તપકીર
- ૧૦૦ ગ્રામ ટોપરા નું ખમણ
- ૧ વાટકી શીંગ નો ભૂકો
- ૧ ચમચી મરચું પાઉડર
- ૧ ચમચી ગરમ મસાલો
- ૨ ચમચી દળેલી ખાંડ
- ૧/૨ લીંબુ
- મીઠું સ્વાદાનુસાર
- તેલ તળવા માટે
- સર્વ કરવા માટે ચટણી
બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટાં બાફી તેને છીણી લો. તેમાં મીઠું તેમજ તપકીર ઉમેરી બરાબર મિકસ કરી લો.એક બાઉલ માં ટોપરા નું ખમણ, શીંગદાણા નો ભૂકો, મરચું, મીઠું, ગરમ મસાલો તેમજ દરેલી ખાંડ નાખી બધું મિક્સ કરી લો. ત્યારબાદ તેના નાના બોલ વાળી લો.બટેટા ના માવા માંથી ગોળ પૂરી જેવું કરી તેમાં મિશ્રણ ભરી પેટીસ વારી લો. તેને ટપકીર માં રગદોળી લો.પેટીસ ને લાઈટ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળી લો. પેટીસ તૈયાર… તેને ચટણી સાથે સર્વ કરો..