હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેની સાથે તહેવારોની મોસમ પણ ચાલી રહી છે ત્યારે આપણને નવી નવી ફરાળી વાનગીઓ ખાવાનું પણ ખૂબ મન થતુ હોય છે.તો દહીંવડાએ મોટાભાગે સૌવના પ્રિય હોય છે.ત્યારે શ્રાવણ મહિનામાં આપણે બનાવીએ ફરાળી દહીવડા તો જાણીએ ફરાળી દહીંવડાની રેસિપી
Contents
સામગ્રી
- 100 ગ્રામ મોરૈયો
- 3 ચમચી શિંગોડાનો લોટ
- મીઠું સ્વાદાનુસાર
- ગ્રીન ચટણી
- ખજુર-આંબલીની ચટણી
- મસાલાવાળું દહીં
બનાવવાની રીત
સૌપ્રથમ મોરૈયાને બાફી લો. ત્યાર બાદ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે તેના ગોળા વાળવા. તેલમાં ચમચાથી લઇ તળી લેવા. પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. પછી તેમાં ગ્રીન ચટણી નાખવી.
તેના પર ખજુર-આંબલીની ચટણી નાખવી. પછી તેમાં મસાલા દહીં નાખવું. કોથમીર નાખી સર્વ કરવું .