શિયાળાની શરૂઆત થતા જ બજારમાં હળદર આવવાની શરૂ થઈ જાય છે. તમે શાક માર્કેટમાં જાઓ ત્યારે તમને પીળી અને સફેદ એમ બે પ્રકારની હળદર જોવા મળશે. જોકે ઠંડીનું આગમન થતા જ લોકો લીલી હળદરનું શાક બનાવવા લાગે છે. લીલી હળદરું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે ખાસ લીલી હળદરના શાકની રેસિપી લઈને આવ્યા છીએ.
સામગ્રી:
- લીલી હળદર ૩૦૦ ગ્રામ
- બાફેલા વટાણા ૧૫૦ ગ્રામ
- ડુંગળીની પેસ્ટ ૨૦૦ ગામ
- ટામેટાંની પેસ્ટ – ૨૦૦ ગ્રામ
- લસણની કળી- ૭ થી ૮
- દહીં-૩૫૦ ગ્રામ
- ચોખ્ખુ ઘી ૨૦૦ ગ્રામ
- આદુની પેસ્ટ- ૩
- ચમચી મરચાની પેસ્ટ – ૪
- ચમચી સમારેલી કોથમીર- ૧૫૦ ગ્રામ
- ગોળ- ૧૦૦ ગ્રામ
- મીઠું અને લાલ મરચું (સ્વાદ અનુસાર)
બનાવવાની રીત:
સૌ પ્રથમ લીલી હળદરને છોલીને ધોઈને છીણી નાખવી.
ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકો. આ પછી ધીમી આંચે હળદર બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો (હળદર બળી ન જાય તેનું ધ્યાન રાખો).
ત્યારબાદ તેમાં ટામેટાંની ગ્રેવી ઉમેરો.
પેનમાં રહેલું ઘી છૂટું પડે એટલે તેમાં આદું ભભરાવી દો અને 2 મિનિટ સુધી શાકને ચડવા દો.
આ બાદ તેમાં મરચાની પેસ્ટ, મીઠું અને લાલ મરચું નાખો.
આ પછી વટાણા અને ગોળ ઉમેરીને શાકમાં મિક્સ કરો.
છેલ્લે શાકમાં દહીં મિક્સ કરીને 5થી 7 મિનિટ સુધી ચડવા દો.
હવે શાકને કોથમીર અને કોપરાનું છીણ ભભરાવીને ગાર્નિશ કરી લો.
તમારું લીલી હળદરનું સ્વાદિષ્ટ અને તીખું શાકને રોટલા જોડે ગરમ ગરમ સર્વ કરો.