93 વર્ષીય રૂથની અમેરિકાની મેસેચ્યુએટ્સ જનરલ હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં મુલાકાત સામાન્ય હતી. એ સમય દરમિયાન રૂથની છાતીમાં ભારે દુખાવાની ફરિયાદ હોવા છતાં એની માંદગી સમજાતી નહોતી અને એ વાતથી એના ડૉક્ટર અરદેશર હાશમી નારાજ થયા હતા. મહિનામાં કમ સે કમ બે વખત રૂથને ઇમરજન્સી રૂમમાં લાવવી પડતી હતી અને તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ રિઝલ્ટ નોર્મલ આવતા હતા. રુથ પોતે કહેતા હતા કે, છાતીમાં અસહ્ય દુખાવો થાય છે, પરંતુ ઈમરજન્સી નંબર 911 ડાયલ કર્યા બાદ એમ્બ્યુલન્સના આવવાથી આ દુખાવો ખતમ થઈ જતો.
ક્લીવલેન્ડ ક્લિનિકમાં જેરિએટ્રિક ઇનોવેશનના અધ્યક્ષ ડૉ. હાશમી જણાવે છે કે, રૂથની ઇમરજન્સી રૂમ તરફ દોડ લગાવવી સામાન્ય નહોતી. વર્ષ 2015 પહેલાં તેની હાલત ઘણી સામાન્ય હતી. ઘણીવાર રૂથ સાથે લાંબી વાતચીત બાદ ડૉ. હાશમીને તેનું કારણ સમજાયું હતું. તેમને જાણવા મળ્યું કે, છાતીમાં તીવ્ર દુખાવાની આ સમસ્યા 2015માં જ શરૂ થઈ હતી, જ્યારે રુથનો પૌત્ર કોલેજનો અભ્યાસ કરવા માટે ઘરથી દૂર ચાલ્યો ગયો હતો. હવે તે એક મોટા ઘરમાં એકલી રહેતી હતી. હવે તેમને તેમના એરિયામાં સ્થિત ડાન્સ સ્ટુડિયોમાં લઈ જનાર કોઈ નહોતું. રૂથ વિચારતી કે, જો તે એકલી જ ઘરમાં સીડી પરથી નીચે પડી જાય તો કોઈ પાડોશીને ખબર પણ ના પડે. આ વિચાર આવતાં જ છાતીમાં અસહ્ય દુઃખાવો થતો અને પૅનિક અટેક શરૂ થઈ જતો.
ડૉ. હાશમી જાણતા હતા કે રૂથની સારવાર પેઇનકિલર્સ અને એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી કરવી શક્ય નથી. તેથી, તેમણે રુથને એક જેરિયાટ્રિક કેર મેનેજર (ઘરડાં લોકોની સાર-સંભાળ રાખનાર સ્વયંસેવકો) પાસે લઈ ગયા, જે તેને તેમના એરિયાના બોલરૂમ ડાન્સ સ્ટુડિયોમાં પાછા લઈ ગયા. જ્યારે તે સ્ટુડિયોમાં તેની ખુરશી પર બેઠી સંગીત સાથે પગ થિરકાવતી ત્યારે પણ તે તેની સાથે જ રહેતા. તેણે રૂથને તેના સમુદાય અને તેના પ્રિય સંગીત સાથે ફરીથી જોડાવાની તક આપી. આ થેરેપી શરૂ થતાં જ રૂથના પેનિક એટેકનો અંત આવ્યો હતો. ડૉ. હાશમીએ જે કર્યું તે તબીબી ભાષામાં ‘સોશિયલ પ્રિસ્ક્રિપ્શન’ તરીકે ઓળખાય છે.
કોરોનાકાળમાં વધેલી એકલતાના સમયમાં આ વાત વધુ સ્પષ્ટ રીતે સાબિત થઈ છે. સ્વાસ્થ્યના સામાજિક પરિબળો પર કામ કરી શકે તેવી દવાઓની સૂચિમાં ખૂબ જ ઓછાં શસ્ત્રો છે. આવી સ્થિતિમાં ‘સોશિયલ પ્રિસ્ક્રિપ્શન’ એક સમાધાન બની શકે છે. સામાજિક પ્રિસ્ક્રિપ્શનને હજી સુધી સત્તાવાર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. જોકે, યુકેમાં આ વ્યાખ્યા નક્કી કરવી એ સારાં સંકેત હોઈ શકે છે, કારણ કે અહીંની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (NHS) એકમાત્ર મોટી હેલ્થ કેર સિસ્ટમ છે, જે રાષ્ટ્રીય સ્તરે સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગને ભંડોળ પૂરું પાડે છે. બ્રિટેનની કોલેજ ઓફ મેડિસિનના અધ્યક્ષ અને સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ ઝુંબેશ શરૂ કરનારા લોકોમાંના એક ડૉ. માઇકલ ડિક્સન કહે છે કે, ‘આ વ્યાખ્યાનો અવકાશ મોટો રાખવો જોઈએ. મારા મતે કોઈપણ બાબત ઉપયોગી થઈ શકે છે કે, જે દર્દી અને સ્થાનિક ડૉક્ટર બંનેને લાગે કે પરિસ્થિતિ વધુ સારી બનાવી શકે છે.’