જે લોકોની ત્વચા તૈલી છે તેમને તેમના ચહેરાનો ખાસ ખ્યાલ રાખવો પડે છે નહીં તો ફેસની બ્યૂટી પર તેની ખરાબ અસર પડી શકે છે. આપણે ઘણીવખત તૈલી ત્વચા પર એવા બ્યૂટી પ્રોડક્ટ્સ અથવા ફેસ પેક લગાવીએ છીએ જેનાથી નુકસાન થઈ શકે છે. આજે અમે તે વસ્તુઓ વિશે તમને જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ તૈલી ત્વચા પર કરવો જોઇએ નહીં.
તૈલી ત્વચા પર ન લગાવો આ 4 વસ્તુ
તૈલી ત્વચા પર તે બ્યૂટી પ્રોડક્ટ્સને જ લગાવવા જોઇએ જે થોડા લાઈટ હોય. આવા ચહેરાને એક લેવલથી વધારે મોઇશ્ચરાઇઝ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે બોડીને હાઈડ્રેટ રાખો છો તો ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.
1. નાળિયેરનું તેલ
નાળિયેરનું તેલ આમ તો સ્કીન માટે કોઈ ઔષધિથી ઓછું નથી, પરંતુ તેનો ઉપયોગ તૈલી ત્વચા પર ક્યારે ન કરો. કેમ કે, તેનાથી ચહેરાના પોર્સ બંધ થઈ જશે જેના કારણે પિંપલ્સ અને દાણા નીકળવાનો ખતરો વધી જાય છે.
2. ચણાનો લોટ
ચણાના લોટમાંથી બનેલા ફેસ પેકનો ઉપયોગ ઘણીવાર ચહેરાની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે તૈલી ત્વાચા માટે સારું નથી કારણ કે તેનાથી ચહેરા પર બળતરા થાય છે.
3. પેટ્રોલિયમ જેલી
ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે આપણે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જે ચહેરો પહેલાથી જ તૈલી છે તેના પર તમે આ પ્રોડક્ટ લગાવો છો તો ત્વચા વધુ ચીકણી થઈ જશે.
4. મલાઈ
ચહેરા પર નિખાર લાવવા માટે મલાઈનો ઉપયોગ ઘણો નોર્મલ છે, પરંતુ જેમની સ્કીન તૈલી છે જો તે પણ તેનો ઉપયોગ કરે છે તો ચહેરા પર તૈલી કન્ટેન્ટ વધી જશે જેના કારણે ફોલ્લીઓ વધી શકે છે.