ચોમાસુ આવતા જ સૌથી મોટી સમસ્યા પણ ઘરમાં દસ્તક દે છે. તે છે માખીઓનો વધતો ઉપદ્રવ. માખીઓની 1,20,000 જેટલી પ્રજાતિ છે, તેથી અમે અહીં તમામ માખીઓની વાત કરી રહ્યા છીએ. આપણામાંથી કોઇને પણ માખીનું આસપાસ ભમવું પસંદ નથી. પરંતુ ચોમાસામાં આ સમસ્યા ઊભી થાય છે. તેથી આજે અમે તમને અમુક નેચરલ રેમીડીઝ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે તમને ઘરમાંથી માખીઓ દૂર કરવામાં મદદ રૂપ બનશે. ઘરમાં માખીઓ થવાના અનેક કારણો હોઇ શકે છે. જેમાં સ્વચ્છતાનો અભાવ અને ઋતુ આ બંને મુખ્ય ગણાવી શકાય છે. આપણા ઘરમાં સૌથી વધુ માખીઓ થવાનું કારણ ગેરેજ, બાથરૂમ અને કિચન બને છે. અહીં જ મોટાભાગે માખીઓ મોટી સંખ્યામાં ઇંડાઓ મૂકે છે, જે ભવિષ્યમાં વધારે માખીઓનું કારણ બને છે. માખીઓનું કદ ભલે નાનું હોય પરંતુ તે મોટી બીમારીઓનું કારણ બની શકે છે. જે માનવ શરીરમાં 200થી વધુ પેથોજન્સ અને પેરેસાઇટ્સ ફેલાવી શકે છે.
તુલસી – તુલસીનો છોડ માખીઓને ઘરમાંથી દૂર રાખે છે. તમે ઘરમાં છોડ રાખી શકો છો અથવા ત ઘરની આસપાસ તુલસીના પાંદડાઓ રાખી શકો છો.
તમાલપત્ર – તમાલપત્રને સળગાવીને તેનો ધુમાડો સમગ્ર ઘરમાં ફેલાવી દેવાથી અથવા તમાલપત્રના પાનને ઘરમાં અમુક જગ્યાઓ પર રાખવાથી માખીઓનો ઉપદ્રવ ઓછો થાય છે.
લવન્ડર – લવન્ડરને એક બુકેની જેમ લટકાવીને અથવા લવેન્ડર ઓઇલ ઘરમાં છાંટવાથી માખીઓ દૂર થાય છે.
નસ્તુર્ટિયમ્સ – આ સુંદર ફૂલો તમારા ઘરમાંથી માખીઓ જ નહીં પરંતુ નાના જીવજંતુઓને પણ દૂર કરવામાં કારગર છે. તમે તેને ઘરમાં સરળતાથી ઉગાડી શકો છો અથવા કુંડામાં વાવી શકો છો.
ફુદીનો – ફુદીનો લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તમારી બારી કે ઘરની આસપાસ ફુદીનો ઉગાડવાથી માખીઓ ઘરથી દૂર રહે છે.
લીંબુ પર લવિંગ – આ એક ખુબ જ સરળ અને અસરકારક ઉપાયો પૈકી એક છે. લીંબુને કાપીને તેના બહારના ભાગમાં લવિંગ લગાવી દેવા અથવા ખૂંટાવી દેવા. આ ઉપાયથી પણ માખીઓનો ઉપદ્રવ ઘટશે.
નીલગીરીનું તેલ – માખીઓને નીલગીરીના તેલથી સૌથી વધુ નફરત હોય છે. તમારે માત્ર ઘરમાં અમુક કપડા કે પડદાઓમાં અથવા ઘરમાં આ તેલ સ્પ્રે કરવાનું રહે છે