આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.
સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.
આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.
ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.
હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.
જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.