કોઈ વ્યક્તિ ફોન પર વાત કરતી વખતે સાચું બોલી રહી છે કે, જૂઠું તે કઈ રીતે જાણવું? આ પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે. જોકે, સામાન્ય બુદ્ધિ વાપરીને પણ જીવનસાથી, મિત્ર અથવા અજાણી વ્યક્તિની બોલવાની રીતમાં રહેલા સંકેતોથી જૂઠ્ઠાણાને શોધી શકાય છો. કોઈ ફોન પર ખોટું બોલતા હોય તો પકડવા માટે નીચે દર્શાવેલ સંકેતો કામે લાગી શકે છે.
1 – ગળું સાફ કરવું
જ્યારે લોકો નર્વસ હોય ત્યારે તેમના ગળાના સ્નાયુઓ સજ્જડ થઈ જાય છે. ત્યારે તેઓ ગળાને સાફ કરે તો સમજવું કે તે ખોટું બોલે છે. આ સિવાય અવાજમાં થોડો ઘોંઘાટ અથવા હંમેશ કરતાં વધુ કર્કશ અવાજ પણ અનુભવાય છે.
2 – ઊંચા અવાજે વાત કરવી
ઊંચો અવાજ એ તણાવ અને સંભવિત અપ્રમાણિકતાની બીજી નિશાની પણ છે. જૂઠું બોલનારનો અવાજ ઘણી વાર ઊંચો હોય છે. બોલનારાના અવાજની તુલના તેના સામાન્ય અવાજ સાથે કરવાનો પ્રયાસ કરો. હકીકત સમજાઈ જશે.
3 – વાત કરતાં થંભી જવું અને ખચકાટ
લોકોને જુઠ્ઠું બોલવા માટે સમયની જરુંર પડે છે. વાત સાચી લાગે તે માટે કોઈક વાર્તા બનાવવા વિચારવું જરૂરી હોય છે. તેઓ પ્રશ્નોના જવાબ આપવા માટે થોડા અચકાશે અને થોભી પણ શકે છે. આ સિવાય જુઠ્ઠુ બોલનારા માણસને પૂછવામાં આવેલ સવાલના જવાબ તે મસમોટું એક્સપ્લેનેશન આપે છે. એકંદરે તેમની વાત કુદરતી હોતી નથી.
4 – વચ્ચે-વચ્ચે સારૂં, હમ્મ જેવા ફિલર શબ્દોનો પ્રયોગ
જૂઠ્ઠુ બોલનારાએ વાતચીતમાં વિરામ લેવાની જરૂર પડે છે તેથી તેઓ આ સમયગાળાને ભરવા માટે અમુક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. નવર્સ લોકો Amm-Hmm, સારૂ, સરસ, તો, એમ કે, આ કારણ છે એમ, તમે જાણો છો, હે, અને જેમ જેવા ફિલર શબ્દો વાપરે છે. જોકે અમુક લોકોની બોલીમાં આ શબ્દો સામાન્ય હોય છે ત્યારે આ રીત ખોટી પડી શકે છે.