આખા દિવસનો થાકેલો પાકેલો ઘરે આવેલો માણસ પોતાનો થાકને દૂર કરવા માટે સ્નાન કરે છે અને સ્નાન કરવું ખૂબ જ અસરકારક પણ છે. સ્નાન કરવાથી થાક તો દૂર થાય છે અને તમને તાજગીનો અનુભવ પણ થાય છે. સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે અને તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. પરંતુ ઘણીવાર આપણે સ્નાન કર્યા પછી કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જે ફક્ત આપણા વાળને જ નુકસાન પહોંચાડતી નથી પરંતુ તમારી ત્વચાને પણ ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. તો જાણો સ્નાન કર્યા બાદ કંઈ ભૂલો ટાળવી જોઈએ? ચાલો જાણીએ.
સ્નાન કર્યા પછી વાળ પર ટુવાલ વીંટાળવો
ન્હાયા પછી ટુવાલ વીંટાળવો વાળ માટે ખૂબ જ નુકસાનકારક છે. અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમે નહાયા પછી વાળને ટુવાલમાં તોડ મરોડને બાંધો છો અને ખેંચો છો તો તેનાથી વાળને ઘણું નુકસાન થાય છે, આમ કરવાથી તમારા વાળના મૂળિયા નબળા પડી જાય છે. તેથી આવું કરવાને બદલે તમારે વાળ સુકાવા જોઈએ. ટુવાલ વડે હળવા હાથે વાળમાં માલિશ કરો અને વાળને કુદરતી રીતે સુકાવા દો.
ચહેરા પર ટુવાલ ઘસવું
ઘણીવાર લોકો જ્યારે ન્હાઈને બહાર આવે છે ત્યારે તેમના ચહેરા પર રહેલા પાણીને સૂકવવા અથવા લૂછવા માટે ચહેરા પર ટુવાલ ઘસતા હોય છે, તેનાથી તમારી ત્વચાને નુકસાન થાય છે. તેથી, ચહેરા પર ટુવાલ ઘસવાને બદલે, ટુવાલને ધીમે ધીમે થપથપાવીને પાણી સૂકાવવાનો પ્રયત્ન કરો.
ભીના વાળમાં કાંસકો ઓળવો
ઘણા લોકો ન્હાયા પછી વાળમાં કાંસકો ફેરવવાનું શરૂ કરી દે છે, તેઓ એવું વિચારે છે કે આ રીતે વાળને સેટલ કરવું સરળ છે. પણ એવું બિલકુલ નથી. આમ કરવાથી તમારા વાળને નુકસાન થાય છે સાથે જ તમારા વાળ ખરવા પણ લાગે છે. તેથી, ભીના વાળમાં કાંસકો ભૂલથી પણ ફેરવવો જોઈએ નહીં.
માત્ર ચહેરાને મોઇશ્ચરાઇઝ કરો
આપણે બધા સ્નાન કર્યા પછી આપણા ચહેરાને મોઇશ્ચરાઇઝ રાખવાનું ધ્યાન રાખીએ છીએ પરંતુ આપણા શરીરના બાકીના ભાગોને મોઇશ્ચરાઇઝ કરતા નથી. સ્નાન કર્યા પછી તમારું આખું શરીર શુષ્ક થઈ જાય છે, તેથી ચહેરાની સાથે આખા શરીરને મોઇશ્ચરાઇઝ કરવું જરૂરી છે. તેના માટે તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.