14 જુલાઇથી ભારતના આકાશમાં સી/2020 એફ3 નામનો અનોખો ધૂમકેતૂ કે પૂંછડીઓ તારો 20 દિવસ સુધી રોજ દેખી શકાશે. 14 જુલાઇથી દર રોજ આ ધૂમકેતુ 20 મિનિટ સુધી લોકો જોઇ શકશે. આ અનોખો ધૂમકેતુને NEOWISE નામ આપવામાં આવ્યું છે. NEOWISE ધૂમકેતુ હાલ પૃથ્વીથી લગભગ 20 કરોડ કિલોમીટર દૂર અંતરીક્ષ છે. 22 જુલાઇથી તે 20 દિવસ માટે આપણા ગ્રહથી સૌથી નજીકથી પસાર થશે. જો કે તે પછી પણ પૃથ્વીથી દૂરી 10.3 કરોડ કિલોમીટર હશે.
ઓડિસા તારામંડળના ઉપ નિર્દેશક ડૉ. સુભેંદૂ પટનાયકે જણાવ્યું કે નાસાના નિયર અર્થ વાઇડ ફીલ્ડ ઇન્ફારેડ સર્વે એક્સપ્લોરર (NEOWISE) ટેલીસ્કોપ દ્વારા માર્ચમાં આ ધૂમકેતુને શોધવામાં આવ્યો હતો
તેવામાં અનુમાન છે કે આ ધૂમકેતુ 22-23 જુલાઇએ પૃથ્વીની સૌથી નજીક હશે. જો કે આવનારા સપ્તાહની શરૂઆતમાં જ ઉત્તર-પશ્ચિમી આકાશમાં આ દેખાઇ શકશે
પટનાયકના જણાવ્યા મુજબ 14 જુલાઇથી NEOWISE ધૂમકેતુ ઉત્તર પશ્ચિમી આકાશમાં સ્પષ્ટ પણ જોઇ શકાશે. અને આવનારા 20 દિવસો સુધી તે સૂર્યાસ્ત પછી 20 મિનિટ સુધી રોજ દેખાશે. અને લોકો તેને નરી આંખે પણ જોઇ શકશે
તેમના મુજબ 14 જુલાઇથી આ ધૂમકેતુ ઉત્તર પશ્ચિમી આકાશમાં નીચેની તરફ દેખાશે. અને રોજ સાંજે તે આકાશમાં ઉપરની તરફ જોવા મળશે. જે આકાશી તારા અને ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે એક લાહવા સમાન રહેશે.
પટનાયકે જણાવ્યું કે ઓગસ્ટથી આ ધૂમકેતુ ધીરેધીરે દેખાવાનો બંધ થઇ જશે. જો કે ટેલિસ્કોપ કે દૂરબીન દ્વારા તમે જુલાઇમાં સ્પષ્ટ રીતે દેખી શકાશે. Neowise હાલ પૃથ્વીથી લગભગ 20 કરોડ કિલોમીટર દૂર અંતરીક્ષમાં છે.