કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને સંકેત આપ્યા છે કે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવનાર કોરોનાની વેક્સીન 15 ઓગસ્ટ સુધી આવવાની સંભાવના ઓછી છે. વિજયરાઘવને શુક્રવારે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસની વેક્સીન વિકસિત કરનારાઓની આકરી મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જેથી કોઇપણ પ્રકારનો કરાર કરવામાં નહી આવે.
વિજયરાઘવનએ નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક ‘વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન’માં એક વેબ સેમિનારને સંબોધિત કરતાં કહ્યું કે કોઇપણ વેક્સીન હ્યુમન ટ્રાયલના ફર્સ્ટૅ પેજમાં 28 દિવસ લાગે છે અને ત્યારબાદ વધુ બે ફેજના પરીક્ષણ થાય છે.
તેમણે આગળ કહ્યું કે દેશની ઔષધિ નિયામકે ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાને વેક્સીનના પરીક્ષણ માટે લીલીઝંડી આપી દીધી છે એટલા માટે ભારત બાયોટેકને વેક્સીન અથવા ઝાયડસ કેડિલાના વેક્સીનને મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જેની સાથે કોઇપણ પ્રકારનો કરાર કરવામાં નહી આવે.
આઇસીએમઆરએ 15 ઓગસ્ટ સુધી સ્વદેશી કોવિડ 19 વેક્સીનને રજૂ કરવાનું લક્ષ્ય રાખતાં સિલેક્ટેડ મેડિકલ સંસ્થાઓ તથા હોસ્પિટલોને પત્ર લખીને ભારત બાયોટેકના સહયોગ સાથે વિકસિત ‘કોવેક્સીન’ રસી માટે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરીમાં તેજી લાવવા માટે કહ્યું હતું.
આઇસીએમઆરના પત્ર પર સવાલ પૂછવામાં આવતાં વિજયરાઘવને કહ્યું કે ’10 જુલાઇના રોજ ક્લિનિકલ ટ્રાયલનો ફર્સ્ટ ફેજ શરૂ થઇ ગયો છે તમામ 12 સ્થળો પર એક જ સમયે ટ્રાયલ શરૂ થવાની સંભાવના ઓછી છે.તેમણે કહ્યું કે ‘માની લો કે ટ્રાયલ એક જ સમય પર શરૂ થાય છે તો ફર્સ્ટ ફેજમાં એક ઇંજેક્શન લાગશે. પછી સાત દિવસ બાદ વધુ એક ઇંજેક્શન લાગશે અને ત્યારે 14 દિવસ બાદ તપાસ કરવામાં આવશે પછી નિર્ણય લેતાં પહેલાં પરિણામ પર ધ્યાન આપવામાં આવશે જેમાં 28 દિવસ લાગી જશે.
વિજયરાઘવને કહ્યું કે પરીક્ષણના ફર્સ્ટ ફેજ બાદ વધુ બે ફેજ હશે એટલા માટે કોઇ વેક્સીન માટે સમયસીમા જો આપણે વૈશ્વિક સ્તર પર જોઇએ તો ફર્સ્ટ ફેજ બાદ થર્ડ ફેજના પરીક્ષણ સુધી ઘણા મહિના લાગશે.
વિશેષજ્ઞોએ કોરોનાની વેક્સીન વિકસિક કરવાની પ્રક્રિયામાં ઉતાવળ કરવા પ્રતિ આગાહ કર્યા છે અને આ વાત ભાર મુક્યો છે કે કોરોનાની વેક્સીન વિકસિત કરવામાં ઉતાવળ કરવી વૈશ્વિક રૂપથી સ્વિકાર્ય નિયમોને અનુરૂપ નથી.