કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબરથી ભરપૂર મકાઈ એક એવી સામગ્રી છે જેમાંથી તમે અલગ-અલગ રેસિપી બનાવી શકો છો. જેમ કે, મકાઈનો ચેવડો, મકાઈનું શાક વગેરે…વગેરે…આજે અમે તમને કોર્નમાંથી ભેળ બનાવતા શીખવીશું. જે બનાવવામાં વધારે સમય લાગતો નથી. સાથે જ તેને તમે દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકો છો. તો ચાલો શીખી લો રેસિપી.
Contents
સામગ્રી
- 3 કપ બાફેલી મકાઈ
- 2 ચમચી સમારેલી કોથમીર
- 1 ચમચી ચાટ મસાલો
- 2 ચમચી લીલી ચટણી
- 5 નંગ પાપડી
- 2 નંગ બાફેલા અને સમારેલા બટાકા
- 2 કપ સેવ
- 2 ચમચી આંબલીની ચટણી
- 1 નંગ સમારેલું ટામેટું
- 2 નંગ સમારેલી ડુંગળી
- સ્વાદાનુંસાર મીઠું
બનાવવાની રીત
એક મોટો બાઉલ લો. તેમાં બાફેલી મકાઈ, બાફેલા અને સમારેલા બટાકા, સમારેલા ટામેટા તેમજ સમારેલી ડુંગળી લઈને મિક્સ કરી લો.હવે આ મિશ્રણમાં કોથમીર, ચાટ મસાલો, મીઠું તેમજ પાપડી ઉમેરીને મિક્સ કરી લો.આ મિશ્રણને સર્વિંગ પ્લેટમાં લઈ લો. અને ઉપરથી સેવ, લીલી ચટણી અને આંબલીની ચટણી ઉમેરીને સર્વ કરો. તો લો તૈયાર છે સ્વીટ કોર્ન ભેળ