ચહેરા પરની કરચલીઓની સમસ્યા એકદમ સામાન્ય છે. વધતી ઉંમર સાથે, ધૂળ, માટી, પ્રદૂષણના કારણે ચહેરા પર કરચલીઓ અને ફાઈન-લાઈન્સની સમસ્યા થાય છે. ત્યાં જ આવી સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રોડક્ટથી તમારી સ્કિનને નુકસાન પહોંચવાની સંભાવના હોય છે. એવામાં નેચરલ રીતે કરચલીઓને ઓછી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવામાં તમારે પોતાની ડાયેટમાં અમુક ફળોનો સમાવેસ કરવો જોઈએ.
પપૈયું
પપૈયું એ એક બેસ્ટ એન્ટી-એજિંગ ફળ છે જેમાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે. આ એન્ઝાઇમમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો છે. તે ત્વચાના સોજાને ઘટાડે છે. આ સાથે તે કરચલીઓની સમસ્યાને પણ ઓછી કરે છે. આ સિવાય પપૈયામાં ઘણા પ્રકારના પોષક તત્વો પણ જોવા મળે છે. જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે ત્વચાને સુંદર પણ બનાવે છે. તેથી, જો તમે ચહેરાની કરચલીઓથી પરેશાન છો, તો તમારે ડાયેટમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ.
બેરી
બેરી ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તે તમારા સ્કિન સેલ્સને રિપેર કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય બેરીમાં વિટામિન A અને C મળી આવે છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તે માત્ર ત્વચા માટે સ્વસ્થ નથી પરંતુ તમારી આંખોને પણ સુરક્ષિત રાખી શકે છે.
દાડમ
દાડમ તમને વધતી ઉંમરના સંકેતોને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના નાના લાલ દાણામાં પુનિકાલગિન્સ નામનું તત્વ હોય છે જે ત્વચામાં હાજર કોલેજનને ફાઈન-લાઈન્સ અને કરચલીઓ સામે લડવામાં મદદ કરી શકે છે. તેનાથી તમારી ત્વચા સુંદર અને જુવાન દેખાય છે.