મોટાભાગે ‘ચોળાફળી’ આપણે દિવાળીમાં જ બનાવતાં હોઈએ છીએ પરંતુ આખા પરિવારને ભાવતી હોવાથી તેને તમે ગમે તે સમયે બનાવીને પરિવારને ખુશ કરી શકો છો. આજે આપણે તેની રીત જોઈએ.
————————————————————————————————
તૈયારી નો સમય : ૧૦ મિનીટ
બનાવવા નો સમય : ૩૦ મિનીટ
————————————————————————————————
સામગ્રી :
250 ગ્રામ – ચોળાફળીનો લોટ
મીઠું – સ્વાદ મુજબ
૧/૨ કપ – પાણી
૧/૨ ચમચી – પાપડિયોખારો
તેલ – તળવા માટે
મરચું અને સંચળ – મસાલો કરવા માટે
————————————————————————————————
વિડીઓ જોવા નીચે ક્લિક કરો
ચોળાફળી બનવવાની રીત :
સૌપ્રથમ એક તપેલી માં ૧/૨ કપ પાણી ઉકાળવા મુકો. પાણી ઉકળે એટલે તેમાં ૧/૨ ચમચી પાપડિયોખારો ઉમેરો.
હવે એક બાઉલ માં ૨૫૦ ગ્રામ ચોળાફળીનો લોટ લો. તેમાં મીઠું જરૂર મુજબ ઉમેરો અને ગરમ કરેલુ પાણી ઉમેરો.
હવે તેને બરોબર મિક્ષ કરી કઠણ લોટ બાંધી લો. ત્યારબાદ તેના ગુલ્લા બનાવી લો.
હવે ઓરસીયા પર ગુલ્લો મૂકી અટામણ (ચોખા નો લોટ) લઈને પાતળી રોટલી વણવી. અને બાકી ના ગુલ્લા પણ વણી લેવા.
અને તૈયાર રોટલી ને થાળી નીચે ઢાંકી રાખો જેથી તે સુકાઈ ના જાય.
ત્યારબાદ ચપ્પુ કે કટર વડે લાંબી પટ્ટીઓ કાપીલો.
બીજી બાજું કઢાઈમાં તેલ ઉકાળવા મૂક્વું.
તેલ ઉક્ળે એટલે આ પટ્ટીઓને તેલમાં નાખવી અને ફુલે એટલે ઝારા વડે કાઢી લેવી.
હવે તેનાં પર મરચુ અને સંચળ ભભરાવીને સર્વ કરો.
————————————————————————————————
GiniJony’s Kitchen Social Media Links
Subscribe to GiniJony Kitchen’s YouTube Channel | https://goo.gl/MrKn5s
Like Facebook | https://goo.gl/1BUrgX