કોરોના વાયરસની લડતમાં જે વસ્તુ ખૂબ ઉપયોગી બની છે એ છે માસ્ક અને સેનિટાઇઝર પરંતુ એમા પણ અનેકવાર વિવાદ થતા હોય છે. હવે કોરોના વાયરસના કારણે કેટલીક જગ્યાઓ પર મોંઘા સેનિટાઈઝર અને માસ્ક મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી.
મળતી માહિતી મુજબ હરિયાણા, પંજાબ અને ચંડીગઢ તરફથી હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન પ્રમાણે અમે ખાતરી આપીએ છે કે મોંઘા સેનિટાઈઝર અને હલકી ગુણવત્તાના માસ્ક હવેથી વેચાશે નહીં.
જાણવા મળી રહી છે કે હાઈકોર્ટના આદેશ પ્રમાણે તેઓએ ઘણી જગ્યાએ રેડ કરીને સેમ્પલ લીધા હતા, તેમજ દોષીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરી હતી. બધાજ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું કે સરકાર આ મામલે સાચી દિશામાં કામ કરી રહી છે.
હાઈકોર્ટે આ મામલે પંજાબ, હરિયાણા અને ચંડીગઢના ખાદ્ય વિભાગના સચિવોને હુકમ કર્યો કે તેઓ આ મામલે તપાસ હાથ ધરે કે 21 માર્ચ 2020 પછીની મેન્યુફેક્ચરિંગ તારીખના 500mlના કોઇપણ સેનિટાઈઝર 250 રૂપિયાથી વધુ કિમતના ન હોવા જોઈએ. હાઈકોર્ટે કેમિસ્ટ શોપ પર પણ તપાસ હાથ ધરવાનો હુકમ કર્યો છે.
હાઈકોર્ટે આ મામલે કહ્યું છે કે, ઘણી જગ્યાઓથી સતત ફરિયાદ મળી રહી છે કે ખુબજ મોંઘા સેનિટાઈજર અને હલકી ગુણવત્તાના માસ્ક વેચવામાં આવી રહ્યા છે. તેવામાં આ બનાવનાર મેન્યુફેક્ચરર અને તેને વેચનાર લોકો પર તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે