મલાઇમાંથી ઘી તો આપણે અવાર-નવાર બનાવતા હોઈએ છીએ. પરંતું આમાં તમે એક વખતમાં ઘી નીકાળતા હશો. પરંતુ શું તમને ખબર છે તમે એજ મલાઇમાંથી બે વખત ઘી નીકાળી શકો છો. અને આની રીત ખૂબ સહેલી છે. અને તમને જણાવી દઈએ કે, ખાસ કરીને આપણે બહારનું ઘી લાવતા હોઇએ છીએ. જેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે. અને કેટલાક લોકો ઘરે પણ ઘી બનાવે છે. તો આજે અમે તમારા માટે ઘી બનાવવાની સહેલી રીત લઇને આવ્યા છીએ.
- મલાઇમાંથી ઘી બનાવવા માટે તમે ગાયના દૂધનો ઉપયોગ કરો. અને તમે ઇચ્છો તો પેકેટ વાળું દૂધ પણ લઇ શકો છો.
- સૌ પ્રથમ ૧૨-૧૫ દિવસની મલાઇ એક બાઉલમાં ભરીને રાખી લો.
- હવે મીડિયમ આંચ પર મોટા તળિયા વાળી કઢાઇ રાખો.
- તેમા મલાઇ રાખીને થોડીક વાર માટે રાખો.
- ત્યાર પછી આંચ ધીમી કરીને તેમા ઉભરો આવવાની રાહ જુઓ.
- આ દરમ્યાન કઢાઇમાં લાકડા વાળી કડછી રાખી મૂકો. ઘી બનાવવાની આ પ્રક્રિયા એવી જ છે જેમ તમે ઘી નીકાળો છો
- ૨૦-૨૫ મિનિટ બાદ તમે જોશો તો મલાઇમાં ઉકળો આવવા લાગશે અને તેમાથી ઘી નીકળવા લાગશે.
- આંચ ધીમી રાખો અને મલાઇને પૂર્ણ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો.
- એક સમય બાદ મલાઇ પૂર્ણ રીતે બળી જશે અને તેમાથી ઘી નીકળી જશે.
- હવે આંચ બંધ કરીને ઘીને ગળણીથી ગાળીને એક વાસણમાં રાખી લો.
- હવે વધેલી મલાઇને પાછી કઢાઇમાં ઉમેરીને ધીમી આંચ પર રાખો.
- તેમા બે ગ્લાસ પાણી ઉમેરીને ઉભરો આવવા દો.
- ઉકળો આવ્યા પછી ૧૦-૧૫ મિનિટ સુધી તેને ઉકાળી લો. તમે જોશો કે મલાઇમાંથી ઘી નીકળીને પાણીમાં તરવા લાગશે.
- આંચ બંધ કરીને આ પાણી વાળા ધીને એક બીજા બાઉલમાં ગાળી લો.
- હવે આ પાણી મળેલા ઘીને 3-4 કલાક ફ્રીઝમાં રાખો.
- ત્યાર પછી તેને ફ્રીઝમાંથી નીકાળી લો. બાઉલની ઉપર જામેલું ઘીના કિનારીથી ચપ્પુથી કટ કરીને નીકાળો.
છે ને સરળ રીત…