હાલ ભલે મંદીની બૂમરાળ વચ્ચે અમદાવાદના એક બિલ્ડરે ખરીદેલી દુનિયાની સૌથી મોંઘી ગાડી ચર્ચાનું કેન્દ્ર બની છે. શહેરા દીપક મેવાડાએ આ ગાડીના 5.60 કરોડ રુપિયા ચૂકવ્યા છે. નવાઈની વાત એ છે કે આવી માત્ર ચાર જ કાર આપણા દેશમાં ડિલિવર કરાશે, જેમાં સૌથી પહેલી ડિલિવરી દીપક મેવાડાને મળી છે.
દુનિયાની સૌથી મોંઘી ગાડીઓની કંપની Bentleyની Flying Spur હાલ દરેક કાર શોખીનનું સપનું છે. આવી માત્ર ચાર જ કાર છે જેમાંની એક કાર અમદાવાદના બિલ્ડરને ત્યાં આવતા જ આ વાત ટોક ઓફ ધી ટાઉન બની છે.
અમદાવાદના ધરણીધર ડેવલોપર્સના બિલ્ડર દીપક મેવાડાએ રૂા. 5.6 કરોડની Bentley કંપનીની Flying Spur ખરીદી છે. જેને કારણે હાલ અમદાવાદ ઈન્ટરનેશનલ લેવલે ચર્ચામાં છે. આવી માત્ર ચાર જ કાર આપણા દેશમાં ડિલિવર કરાશે, જેમાં સૌથી પહેલી ડિલિવરી દીપક મેવાડાને મળી છે.
દીપક મેવાડાએ Bentley કંપનીની Flying Spur સાત મહિના પહેલા બૂક કરાવી હતી, જેની તેમને તાજેતરમાં જ ડિલિવરી મળી છે. Bentleyની ગાડી આખી દુનિયામાં વખણાય છે. મુકેશ અંબાણીથી માંડીને અનેક ધનવાનો આ કારની માલિકી ધરાવે છે.
Bentley બ્રિટનની કારમેકર કંપની છે. ભારતમાં તેનો કોઈ પ્લાન્ટ ન હોવાથી આ કારને બ્રિટનથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. બેન્ટલીની લક્ઝુરિયસ કાર્સનું મહિનાઓ સુધી વેઈટિંગ ચાલતું હોય છે. દીપક મેવાડાએ ખરીદેલા Bentley કંપનીની Flying Spur મોડેલમાં અનેક ખૂબીઓ છે. આ કારનું ક્રાફ્ટિંગ હેન્ડમેડ તો છે જ, સાથે તેનું એન્જિન પણ જોરદાર પાવરફુલ છે.
છ હજાર સીસીનું એન્જિન ધરાવતી આ કારની ટોપ સ્પીડ 333 કિમી પ્રતિ કલાકની છે. તે માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. કંપનીના જણાવ્યા અનુસાર, પેટ્રોલ પર ચાલતી આ ગાડી સાડા છ કિલોમીટર પ્રતિ લિટર જેટલું માઈલેજ આપે છે. એકવાર તેની ટેંક ફુલ કરાવ્યા બાદ આ કાર 608 કિલોમીટર દોડી શકે છે.