કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે લોકો હાલ પોતાના ઘરમાં બંધ છે. આ પરિસ્થિતિમાં નીચે ચાલવા જવું પણ હિતાવહ નથી. માટે શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે ઘરે જ સુરક્ષિત રહો. પણ હવે રોજ ઘરનું સરસ ભોજન ખાઇ અને કોઇ પણ પ્રકારના શારિરીક શ્રમને ન કરીને લોકોના પેટ બહાર આવી ગયા છે. શરૂઆતમાં જે લોકો થોડી કસરત કરી લેતા હતા તે પણ હવે આળસના કેદી બન્યા છે. ત્યારે જો લોકડાઉનમાં તમે પણ વધતા પેટ અને વજનથી પરેશાન છો તો આ લેખ તમારા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.
હિંગમાં અનેક રીતના ગુણ હોય છે. તે શરીરના મેટાબોલિઝ્મને વધારે છે. જે લોકોનું મોટોબોલિઝ્મ સારું હોય છે તેમને વજન ઓછું કરવામાં સરળતા રહે છે. આ હિંગનું સેવન કરવાથી વધારાનું ફેટ બળે છે. અને આ કારણે વેટ લોસની પ્રક્રિયા ઝડપી બને છે. આ સિવાય હિંગ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને પણ નીકાળે છે. સાથે જ હિંગ પેટના પીએસ સ્તરને પણ કંટ્રોલ કરે છે.
તમે ઇચ્છો તો હિંગનું પાણી પી શકો છો. આ માટે ચપટી હિંગને નવસેકા પાણીમાં મેળવીને પી જાવ. આનાથી સ્વાસ્થયને લગતી અનેક સમસ્યામાં તમને રાહત રહેશે. વળી તેને બનાવવું પણ સરળ છે. સવારે ખાલી પેટે, નવસેકા પાણીમાં ચપટી હિંગ ભેગી કરીને તે પી જાવ. આમ નિયમિત કરવાથી પેટને લગતી અનેક સમસ્યામાં રાહત રહેશે. ભોજન પચવામાં પણ આ ઉપાય મદદરૂપ રહેશે. ગેસની સમસ્યામાં પણ આનાથી રાહત રહેશે. વળી તમે હિંગને થોડી ગરમ કરી તેમાં સિંધાલૂણ અને જીરાને સમાન માત્રામાં ભેગું કરી તેનું ચર્ણ પણ બનાવી શકો છો. તેમાં 1 થી 3 ગ્રામની માત્રામાં દિવસમાં બે વાર દહીં સાથે લેવાથી મોટાપાની સમસ્યામાં રાહત રહે છે.
જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો નિયમિત રીતે આમચૂર પાણીનું સેવન કરી શકો છો. એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટ્રી ગુણોથી ભરપૂર છે આમચૂર પાવડર. તેના મેટાબોલિઝમ સારું થાય છે. અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ સિવાય આમચૂર પાવડરમાં કાર્બોહાઇડ્રેટની માત્રમાં પણ ઓછી હોય છે. જેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે. વળી તે તમારા પાચન તંત્રને પણ મજબૂત કરે છે