વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં વાંસને ખૂજ જ શુભ માનવામાં આવે છે. ફેંગશુઈમાંથી બનેલી વસ્તુઓ અને છોડનું વિશેષ મહત્તવ હોય છે. ફેંગશુઈમાં ઘરમાં વાંસના છોડ રાખવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક તાકાત દૂર થાય છે. તો જાણો ઘરમાં વાંસના છોડ રાખવાના ફાયદાઓ.
ફેંગશુઈ અનુસાર ઘરના પૂર્વ અને દક્ષિણ-પૂર્વ છેડે વાંસના છોડ રાખવાથી વિશેષ લાભ મળે છે. આમ કરવાથી ધન, સમૃદ્ધિ અને લાંબી ઉંમર જેવા વિવિધ લાભો થાય છે. એટલે તેને ઘરમાં રાખવો જોઈએ.
ફેંગશુઈમાં છોડની સંખ્યા ખાસ મહત્વની હોય છે. ચીની ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર વિષમ સંખ્યા વાળા છોડ વાવવાથી સુખ અને શાંતિ આવે છે. 3 વાંસ ખુશી માટે, 5 વાંસ ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેમજ 9 વાંસના છોડ સૌભાગ્ય માટે શુભ માનવામાં આવે છે. આ વાંસને લાલ રિબીન અને કાચની જાળીમાં પાણી નાંખીને રાખવું જોઇએ.
વાંસના છોડને ઓફિસના ટેબલ પર જમણી બાજુ રાખવું શુભ માનવામાં આવે છે. જો બાળકનું મન અભ્યાસમાં ન લાગતું હોય કે અભ્યાસમાં મુશ્કેલીઓ આવતી હોય તો સ્ટડી ટેબલ પર વાંસના છોડ રાખવાથી સફળતા મળે છે.
લગ્ન જીવનમાં પોતાના પાર્ટનરનો પ્રેમ પામવા બેડરૂમમાં બે વાંસના છોડની જોડી રાખવી શુભ માનવામાં આવે છે.