એપલની સ્માર્ટ વોચે ફરીથી કમાલ કરીને 80 વર્ષીય મહિલાનું જીવન બચાવી લીધું છે.એપલની સ્માર્ટવોચ એક હેલ્થ ડિવાઇસ પણ છે. હોસ્પિટલે મહિલાનો ECG રિપોર્ટ કાઢ્યા બાદ તેમને સંપૂર્ણ રીતે ફીટ જાહેર કર્યા હતા. પરંતુ તે પછી પણ મહિલા અસ્વસ્થ અને બેચેની અનુભવી રહી હતી. ત્યારે એપલ વોચના ઇનબિલ્ટ ECG ફિચરનો ઉપયોગ કર્યો તો તેમાં ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું.
ત્યારબાદ મહિલાએ ફરીથી એપલ વોચના ECG રેકોર્ડિંગ્સ સાથે હોસ્પિટલમાં બતાવ્યું. ડોકટરોએ ફરીથી મહિલાના હ્રદયની તપાસ કરતાં બહાર આવ્યું કે તેમને ગંભીર બીમારી છે. આ પછી બલૂન એન્જીયોપ્લાસ્ટી બાદ સ્ટેન્ટ મુકીને સારવાર કરાતાં મહિલા સ્વસ્થ બની હતી.
એપલ વોચના ECG ફિચરની પ્રશંસા કરતા કાર્ડિયોલોજિસ્ટે કહ્યું કે સ્માર્ટ ટેકનોલોજીનો વિકાસ નવી શક્યતાઓનો માર્ગ ખોલે છે. મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, વોચના ડિજિટલ ક્રાઉન પર આંગળી મુકવાથી ECG રેકોર્ડ થાય છે. આ રેકોર્ડિંગ એક PDF ફાઇલમાં સ્ટોર થઇ જાય છે.જેને એપ્લિકેશનમાં ઓપન કરીને જોઈ શકાય છે. એપલ વોચ આર્ટિયલ ફ્રિબિલેશન ઉપરાંત માયોકાર્ડિયલ સમસ્યાને પણ પકડી લે છે.
એપલ વોચનું એડવાન્સ્ડ ECG ફિચર હ્રદયની ગંભીર બીમારીથી પીડિત લોકો માટે આશીર્વાદ સમાન બન્યું છે. એપલ વોચમાં હવે પલ્સ ઓક્સિમીટર પણ આવી રહ્યું છે.જેના દ્વારા શરીરમાં ઓક્સિજન સેચ્યુરેશન દ્વારા ફેફસાના રોગને શોધી શકાશે.ઉલ્લ્ખનીય છે કે આ પહેલા પણ એપલની સ્માર્ટ વોચે ડૂબતા વ્યક્તિનું જીવન બચાવી લીધું હતું. સેમસંગ પણ હવે તેની સ્માર્ટ વોચમાં બ્લડપ્રેશર મોનિટર લાવી રહ્યું છે. આ ફિચર સૌ પ્રથમ દક્ષિણ કોરિયામાં લોન્ચ થશે