સ્વાદિષ્ટ વ્યંજન પકાવવા માટે શાકભાજીની સાથે ઘણા પ્રયોગો કરવા પડે છે. પ્રેશર કુકર અથવા કડાયામાં નાંખતા પહેલા તેને ધોયા બાદ ટુકડામાં કાપવા પડે છે. જે પણ હોય, પરંતુ શાકનાં મામલામાં પહેલું તથા જરૂરી પગલું છે કે શાકને સારી રીતે ધોવું. ખાસકરીને, કોરોના મહામારી બાદ શાકભાજીને ફ્રિઝમાં રાખતા પહલા એક કે બે વાર ધોવું જરૂરીયાત બની ગઈ છે. આવું કરવાથી શાકના સ્તર પર રહેવાવાળા કીટાણું તથા બેક્ટેરિયા ધોવાઈ જાય છે તથા તમારા શરીરમાં જવાથી બચી જાય છે. આ શાકોને ધોવાથી તમે સંક્રમણથી પણ બચી શકો છો. જોકે, હાવાનું બનાવતા પહેલા બધા શાક ધોવાની જરૂરીયાત હોતી નથી. સાંભળવામાં ભલે તમને અજીબ લાગે, પરંતુ વિષેશજ્ઞો અનુસાર, જમવાનું બનાવતા પહેલા બધા શાકને પાણીથી ધોવાની જરૂર નથી. તો આવો જાણીએ એવા શાક વિષે જેને ઉપયોગમાં લેતા પહેલા ધોવું જરૂરી નથી. ખાસકરીને જો પહેલાથી અથવા ત્રણ વાર ધોવામાં આવેલ હોય.
પહેલાથી ધોયેલ શાક તથા લીલા શાક અને લેટયૂસ ખાટા પહેલા ક્યારેય ન ધોવા જોઈએ. કોઈપણ લીલા રંગની પત્તાવળી ભાજી, જે પહેલા જ પેક કન્ટેનરમાં આવે છે, તેને પહેલા જ ત્રણ વાર ધોવામાં આવે છે, એટલા માટે તેને ફરી ધોવાની જરૂર નથી.
જણાવી દઈએ કે પહેલા જ ધોવાયેલ લીલા શાકને પાણી સાથે ક્લોરીન તથા હાઈડ્રોજન પેરોક્સાઈડ જેવા ફૂડ સેનેટાઈઝિંગ એજેંટ સાથે ટ્રીટ કરવામાં આવે છે, જેથી બેક્ટેરિયાને ફેલાતા અટકાવી શકાય છે. જેમ જમવાનું બનાવતા પહેલા ખુદ હાથ ધોવા, ચાકુ તથા ચોપીંગ બોર્ડનો ઉપયોગ કરતા પહેલા તેને સાફ કરવા જરૂરી છે, જણાવી દઈએ કે રસોડાની સૌથી ગંદી જગ્યાઓમાં એક છે સિંક, જ્યાં વાસણો સાફ કરવામાં આવે છે સાથે જ અમુક ઘરોમાં અહી શાક તથા માંસ સાફ કરવામાં આવે છે. એટલે સિંકને નિયમિત રૂપથી સેનેટાઈઝ કરવું જરૂરી છે.