સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ બરાબર બની કહેવાય જ્યારે તે નરમ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મજા નથી આવતી. તો આજે અમે લઈને આવ્યા છીએ સુખડી બનાવવાની રીત.
સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મમરા
- ૫૦ ગ્રામ દાળિયા
- ૫૦ ગ્રામ રાજગરાની ધાણી
- ૨૫ ગ્રામ ગુંદર
- ૨૦૦ ગ્રામ ગોળ – સમારેલો
- ૫૦ ગ્રામ કોપરાનું ખમણ
- બે ટેબલ-સ્પૂન કાજુ-બદામ-અખરોટનો અધકચરો ભૂક્કો
- ૧ ટી સ્પૂન સૂંઠ પાઉડર • બે ટેબલ સ્પૂન ઘી
અન્ય સામગ્રીઃ
- ગ્રીઝ્ડ ટ્રે અથવા પ્લાસ્ટિક શીટ
- સિલિકોન શીટ
- વેલણ
રીતઃ
- મમરા અને દાળિયાનો કરકરો ભુક્કો કરો.
- ગુંદરને ઘીમાં સાંતળીને ભુક્કો કરી લો.
- કાજુ-બદામ-અખરોટનો અધકચરો ભુક્કો કરવો.
- ડ્રાયફ્રુટના આ ભુક્કાને અને કોપરાને જરાક શેકી લો.
- એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરીને એમાં સમારેલો ગોળ ઉમેરો.
- ગોળનો પાયો તૈયાર થાય એટલે તરત તેમાં ઉપર બધી સામગ્રી મિક્સ કરી લેવી.
- ગ્રીઝ્ડ ટ્રેમાં આ મિશ્રણને પાથરો અથવા સિલિકોન શીટ પર પાથરીને વણી લો.
- સહેજ ઠંડુ પડે એટલે મનગમતા શેપમાં કાપી લો.
હવે સુખડી બનીને તૈયાર છે.
તમને પણ ખાસ પ્રકારની સવાદથી ભરપુર રસોઈ બનાવવાનો શોખ હોય તો આ વાનગીની રીત અમને મોકલો. તેમજ તમે તમારી વાનગીનો વીડિઓ પણ અમને મોકલી શકો છો. અમે તમારી આ વાનગીને અમારા પ્લેટફોર્મ પર પ્રકાસિત કરીશું. તો રાહ સાની જોવો છો મોકલો અમને તમારી આ ખાસ પ્રકારની વાનગી.