આપણે સવારે ઉઠીને બ્રશ ફરજીયાત કરીએ છીએ. જેનાથી આપણા દાંત અને મોંઢાની સફાઈ ફરજીયાત થાય છે અને તમામ પ્રકારની દુર્ગધમાંથી પણ છૂટકારો મળી જાય છે. આપણે હંમેશા એવુ સાંભળ્યું છે કે બ્રશ કર્યા વગર નાશ્તો ના કરવો જોઈએ. કારણકે એવામાં બેકટેરિયા આપણા મોંઢામાં જ રહેલા છે અને ભોજન દ્વારા પેટમાં પહોંચી જાય છે અને ગડબડ ઉભુ કરવાની શરૂઆત કરે છે. હવે સવાલ ઉઠે છે કે આપણે હંમેશા બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ કે નહીં.
પાણી પીવુ આરોગ્ય માટે જરૂરી
જાણીતા ન્યુટ્રીશિયન નિષ્ણાંત મુજબ, એક તંદુરસ્ત માણસે એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવુ જોઈએ. જેનાથી શરીર હાઈડ્રેટ રહે છે અને ગરમીમાં આમ કરવુ વધુ જરૂરી છે. આ જ કારણ છે કે જ્યારે સવારે ઉઠતા જ વધુ તરસ લાગે તો આપણે આ વાતનો ખ્યાલ રાખતા નથી કે બ્રશ કર્યુ છે કે નહીં.
બ્રશ કર્યા વગર પાણી પીવાના ફાયદા
સવારે ઉઠીને જો તમને તરસ લાગે અને તમે ઉતાવળમાં બ્રશ કર્યા વગર પાણી પી લેશો તો તેનાથી કોઈ પણ નુકસાન નથી. પરંતુ તેના એટલા બધા ફાયદા છે કે જેને જાણીને તમારી આંખો પહોળી થઇ જશે.
- સવારે બ્રશ કરતા પહેલા જો તમે એક ગ્લાસ પાણી પી લેશો તો તેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ થશે અને કોઈ પણ પ્રકારના સંક્રમણથી તમારો બચાવ થશે.
- બ્રશ કર્યા વગર પાણી પીવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ સારી થઇ શકે છે, આ સાથે તેનાથી મોંઢાની દુર્ગધ પણ દૂર થાય છે.
- આ વાતથી ઘણા ઓછા લોકો વાકેફ હશે કે બ્રશ કર્યા વગર પાણી પીવાથી વાળ સ્ટ્રોન્ગ અને શાઇની થાય છે.
- આ રીતે પાણી પીવાથી ચહેરા અને સ્કિનમાં ગજબનો નિખાર આવવા લાગે છે અને ચહેરો ખિલી ઉઠે છે.
- જો તમે ડાયાબિટીસના દર્દી છો તો સવારે ઉઠતા જ પાણી પી લો અને તેના માટે બ્રશ કરવાની રાહ ના જોશો.
- અનેક હેલ્થ નિષ્ણાંતો માને છે કે આ પ્રકારનુ પાણી પીવાથી મેદસ્વિતા પણ ધીરે-ધીરે ઘટવા લાગે છે.
બ્રશ કર્યા વગર પાણી પીવાથી કબજીયાત, એસિડિટી જેવી પેટની પરેશાની પણ પાસે આવશે નહીં.