શું તમે જાણો છો કે અમુક ચીજ વસ્તુઓના સેવનથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. તો આવો જાણીએ કે કયા ફૂડ્સથી તમારે અંતર જાળવવુ પડશે નહીંતર આગળ ચાલીને મુશ્કેલી થઇ શકે છે. શું તમે જાણો છો કે Processed meatથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, જેનાથી તમારી પરેશાની વધી શકે છે. એવામાં તમારે તેનાથી લડવા માટે Processed meatને પોતાના ડાયટમાંથી હટાવવુ પડશે નહીંતર હાર્ટ એટેકનુ રિસ્ક વધી શકે છે.
કોલેસ્ટ્રોલ વધતા શરીરમાં જોવા મળે છે આ લક્ષણ
- હાર્ટમાં દુ:ખાવો પણ હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ છે. જો તમને આ મુશ્કેલી વારંવાર થાય છે તો તેને બિલ્કુલ પણ હળવાશમાં ના લેશો નહીંતર આગળ ચાલીને તમારી પરેશાની વધી શકે છે.
- મેદસ્વિતા પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાના લક્ષણ છે. જો તમારું વજન સતત વધી રહ્યું છે તો તમારે ડૉકટર પાસેથી આવશ્ય સલાહ લેવી જોઈએ. આ સાથે જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ.
- તમારા પગમાં દુ:ખાવો થાય છે તો એલર્ટ થઇ જાઓ. કારણકે તેનાથી તમારી પરેશાની વધી શકે છે. ખરેખર આ હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ છે. જેનાથી તમારી મુશ્કેલી વધી શકે છે. એવામાં તમારે આ દુ:ખાવાને હળવાશમાં ના લેવો જોઈએ.
કેટલાંક લોકો ડેરી પ્રોડક્ટ પર એટલા નિર્ભર હોય છે કે મહિનામાં 24 દિવસ આ વસ્તુ ખાય છે, પરંતુ તમને જણાવવાનું કે આવુ કરીને તમે પોતાની હેલ્થ સાથે ગડબડ કરી રહ્યાં છો. જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ બગડી શકે છે. આ સ્થિતિમાં તેનાથી અંતર બનાવો.