પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને ફાયદામંદ ફળ છે. આપણે કાચું અને પાકેલું એમ બંને પપૈયાં ખાઈ શકીએ છીએ. પપૈયું આપણાં શરીરને ગંભીરથી ગંભીર બીમારીથી બચાવે છે. ઘણા લોકો પપૈયું ફળ રૂપે ખાઈ છે અને ઘણા લોકો કાચા પપૈયાંનું શાક બનાવીને પણ ખાઈ છે . પપૈયાંમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન, એન્જાઈમ અને ઘણા ન્યુટ્રિશન હોય છે જે પેટથી જોડાયેલ બીમારીઓને દૂર કરે છે. કાચા પપૈયાંમાં વિટામિન એ,સી,ઈ,બી અને મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ઘણા મિનરલ્સ પણ જોવા મળે છે. આવામાં દરેક વ્યક્તિએ પપૈયાંનું સેવન જરૂરથી કરવું જોઈએ.
ખાસ કરીને મહિલાઓએ પપૈયાંનુ ખાસ સેવન કરવું જોઈએ. મહિલાઓને પપૈયાંથી ઘણાં ફાયદા થાય છે. પુરુષો કરતાં મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને માસિક ધર્મ અને પ્રેગ્નેન્સીને કારણે મહિલાઓમાં હંમેશા વિટામીન્સની ખામી જોવા મળે છે. આવામાં મહિલાઓએ પોતાના ડાઈટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને દરરોજના ડાઈટમાં કાચા અથવા પાકેલ પપૈયાંનો સમાવેશ કરવો જોઈએ.
કાચું પપૈયું કેવી રીતે ખાવું?
પાકેલ પપૈયાં ફળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને કાચા પપૈયાંનો લોકો ઘણી અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. ખાસ કરીને લોકો કાચા પપૈયાંનું શાક બનાવીને ખાઇ છે. પપૈયાંના ફોફતા પણ બનાવી શકાય છે. આ સિવાય તમે તેને ભાત અને દાળ સાથે બાફીને તેની સાથે ખાઈ શકો છો. જો આવી રીતે પપૈયું ન ભાવે તો તમે તેને બટાટા સાથે પણ ખાઈ શકો છો.
કાચા પપૈયાં ખાવાના ફાયદા –
1- ખાસ કરીને મહિલાઓ એ કાચું પપૈયું ખાવાથી દર મહિને આવનાર પિરિયડ્સના દુખાવામાં ઘણી રાહત મળે છે. આ સાથે જ ઓકસીટોસીન અને પ્રોસ્ટાગ્લૈડીનના લેવલમાં પણ ઘણો વધારો થાય છે, જે પિરિયડ્સના દુખાવામાં રાહત અપાવવામાં મહત્વની કામગીરી કરે છે.
2. કાચું પપૈયુંન ખાવાથી તેનું જ્યુસ પીવાથી શરીરમાં ઇન્સ્યુલીનની માત્રા સરખી રહે છે.
3. કાચું પપૈયું ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળી રહે છે. જે પેટને લગતી બીમારીને દૂર કરવામાં ઘણી મદદ કરે છે પાચન ક્રિયામાં ઘણો સુધારો કરે છે.
4- કાચું પપૈયું ખાવાથી ઇમ્યુનિટી ઘણી મજબૂત થાય છે અને સામાન્ય શરદી-ઉધરસ જેવી બીમારી દૂર રહે છે.
5. નાના બાળકોને સ્તનપાન કરાવનારી મા એ ખાસ કાચું પપૈયું ખાવું જોઈએ.