આજકાલ પીવાલાયક પાણીનો ઉપયોગ થઇ શકતો નથી. અને આથી જ આપણે વોટર પ્યોરીફાયર અને ફિલ્ટરનો સીસ્ટમનો સહારો લેવો પડે છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરે છે. પરંતુ આમ છતાં શુદ્ધ પાણીની દોડમાં ફિલ્ટર અને પ્યોરીફાયરની માંગ અને કિમત વધી રહી છે. તો જો તમે પણ ફિલ્ટર અને પ્યોરીફાયર વસાવવા જઈ રહ્યા હો તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
RO (રીવર્સ ઓસ્મોસીસ):
RO પાણીની અંદર દબાણ ઉત્પન્ન કરીને પાણીને સાફ કરે છે. જેના થકી પાણીમાં રહેલી અશુદ્ધિઓ, પાર્ટીકલ્સ અને ધાતુ ખતમ થઇ જાય છે. RO નો ઉપયોગ એવી જગ્યા પર કરવો જોઈએ જ્યાં પાણીનો TDS વધુ હોય અથવા પાણી ખારુ હોય. બોરવેલના પાણી માટે પણ RO ઉત્તમ છે.
UV પ્યોરીફીકેશન:
UV મતલબ અલ્ટ્રા વાયોલેટ કિરણો દ્વારા પાણી શુદ્ધ કરવું. જે પાણીમાં રહેલ ક્લોરીન કે આર્સેનિકને સાફ કરતુ નથી. UV એ વિસ્તાર માટે શ્રેષ્ઠ છે જ્યાં પાણી પહેલીથી જ મીઠું હોય અને માત્ર બેક્ટેરીયા મારવાનો પ્રશ્ન હોય. જો કે તે બેક્ટેરિયાને પાણીની બહાર નથી કરતા પરંતુ મારી નાખે છે. પ્રદુષિત શહેરમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
UF (અલ્ટ્રા ફીલ્ટ્રેશન):
આ ફીલ્ટ્રેશનમાં વીજળીની જરૂર પડતી નથી. તે ભૌતિક રીતે કામ કરે છે. તે એક પ્રકારનું લેયર છે જેના દ્વારા પાણીમાં રહેલી અશુદ્ધિઓ દુર થાય છે. તે બેકટેરિયાને મારીને પાણીની બહાર ફેકે છે. હાર્ડ પાણી માટે કે ક્લોરીનની માત્રા વધુ હોય તેવા પાણી માટે કામ કરતુ નથી.
તો, જયારે તમે ફિલ્ટર અને પ્યોરીફાયરની પસંદગી કરો ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે RO, UV અને UF ત્રણેય ટેકનોલોજીનો જેમાં ઉપયોગ થતો હોય એવું જ ફિલ્ટર પસંદ કરો. કેમકે જરૂરી મિનરલ્સ શરીર માટે પણ જરૂરી છે. આથી બેલેન્સ TDS મળે એ પ્રમાણે ફિલ્ટર અને પ્યોરીફાયરની પસંદગી કરો તે જ યોગ્ય રહેશે.