આખા દિવસના થાકેલા જ્યારે રાત્રે ઊંઘવા જાઓ અને આંખ બંધ કરતાંની સાથે જ ફટાફટ નિંદર આવી જાય એ આજ સુધી ઘણા લોકોનું સાઓનું છે. ઘણા લોકો એવા હશે જેને તુરંત નિંદર ન આવવાની સમસ્યા હશે. જો કે આ સમસ્યાને કારણે સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે જ્યારે ઘણા થાકેલ હોઈએ ત્યારે તુરંત નિંદર આવી જતી હોય છે પણ ઘણા લોકો સાથે આવું નથી થતું જેને કારણે એમના સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. ઘણા લોકો આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે દવાઓ પણ લેતા હોય છે. એની પણ સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે.
હાલ સોશ્યલ મીડિયા પર એક ટ્રિક ઘણી વાયરલ થઈ રહી છે. આ ટ્રિક વિશે દાવો કરવામાં આવે છે કે આ એક વસ્તુ કરવાથી રાત્રે આંખ બંધ કરતાં ફક્ત બે મિનિટની અંદર ઊંઘ આવી જશે. ટિકટોક પર એક યુજરએ એક નવી સ્લીપ ટ્રિક વિશે જણાવ્યું છે. ટિકટોકના આ યુજરે youngeryoudoc નામના અકાઉન્ટ પરથી આ ટ્રિક લોકો સામે પંહોચાડી છે.
અત્યાર સુધી આ વ્યક્તિના એ વિડીયોને 25 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. એ વાઇરલ વિડીયોમાં વ્યક્તિ જણાવે છે હાથના કાંડામાં આ ખાસ જગ્યા પર આંગળીઓ ઘસવાથી ફક્ત બે મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. એ વ્યક્તિએ દાવા સાથે કહ્યું કે ગમે એટલી મોટી સમસ્યા કેમ ન હોય પણ આ ટ્રિક અજમાવવાથી તમને સેકન્ડોની અંદર ઊંઘ આવી જશે. એનું કહેવું છે કે કાંડાની ઉપર 2-3 મિનિટ માટે સર્ક્યુલેશન મોશનમાં મસાજ કરવાથી ફટાફટ નિંદર આવી જાય છે.
જણાવી દઈએ કે હાથના કાંડાની અંદર એક પ્લસ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. જો એ જગ્યા પર તમે હળવા હાથે મસાજ કરો અથવા દબાવોતો તમારો મગજ શાંત થઈ જાય છે અને સ્ટ્રેસ ઓછું થઈ જાય છે. ટ્રેડિશનલ ચાઈનીજ મેડિસિનમાં આ હાથના કાંડાના એ ભાગને શેન મેન કહેવાય છે. વર્ષ 2010 અને 2015 માં થયેલ સ્ટડીમાં પણ આ ટ્રિક અજમાવવામાં આવેલ હતી અને તેનું ઘણું સકારાત્મક પરિણામ પણ આવ્યું હતું.