આજના વ્યસ્ત જીવનમાં લોકો ખૂબ તણાવ અને થાક અનુભવે છે. આખા દિવસના કામકાજ પછી રાત્રે પુરતી ઊંઘ ખુબ જરૂરી છે. ઘણા લોકો થાકના કારણે પણ પુરતી ઊંઘ નથી કરી શકતા ત્યારે રોજીંદા ટેવમાં થોડા ફેરફાર કરવામાં આવે તો સારી ઊંઘ કરી શકો છો.
- મોબાઈલ ફોનનો ઉપયોગ વધવાની સાથે ઊંઘ ઓછી થતી જાય છે. તેથી સુવાના સમયના એક કલાક પહેલા મોબાઈલ ફોન દુર મૂકી દેવો અને રાતે 10 થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું જોઈએ.
- જયારે જાગતા હોવ ત્યારે વધુ વખત યુરીન જવું અને સુતા પહેલા જવું જોઈએ. યુરીન જવાની જરૂરિયાત રાત્રે ઊંઘમાંથી જગાવી દે છે.
- શ્વાસની ગતિ નોર્મલ રાખવા માટે યોગ કરવા જોઈએ. નિયમિત યોગ કરવાથી માનસિક શાંતિ સાથે શારીરિક થાક પણ દુર થાય છે જેથી ઊંઘ સારી આવે છે.
- રાત્રે પરિવાર અને મિત્રો સાથે ભોજન લેવું. તેનાથી સંતોષની લાગણી અનુભવાય છે. જે સારી ઊંઘ આપે છે.
- આપણે જે ખાઈએ અને પીએ છીએ તેની અસર ઊંઘ પર પણ પડે છે. સારી ઊંઘ માટે રાતે વહેલા જમી લેવું જોઈએ અને હળવો ખોરાક લેવો જોઈએ.
- બેડરૂમનું તાપમાન નોર્મલ હોવું જોઈએ. 18 ડિગ્રી સેલ્સિયસ પર બેડરૂમનું તાપમાન અને થોડી હુંફ સારી ઊંઘ આપે છે.
- આ બધી વાતની કાળજી રાખવાથી ખુબ સારી ઊંઘ આવશે. અજમાવી જુઓ.