શરીરને હેલ્ધી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સવારે ઉઠીને સૌથી પહેલાં પાણી પીવાની સલાહ તો બધાં જ આપે છે પરંતુ સવારે ઉઠીને નવશેકું પાણી પીવાથી વજન ઉતારવામાં ઘણી મદદ મળે છે. પાણી પીવાથી કેલરી ઈનટેક ઘટી જાય છે, કારણ કે તેનાથી પેટ ભરેલું રહે છે. જોકે યુવાનોને એટલો ફાયદો થતો નથી, કારણ કે યુવાનોને ભૂખ વધુ લાગે છે. પણ પૂરતાં પ્રમાણમાં પાણી પીવાથી બોડી હાઈડ્રેટ રહે છે અને સ્કિન પણ હેલ્ધી રહે છે. સાથે જ પૂરતું પાણી પીવાથી ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. આપણાં શરીરમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરવાનું કામ કિડની કરે છે. અને પૂરતાં પ્રમાણમાં પાણી પીવાથી કિડની સ્વસ્થ રહે છે અને બોડીના ટોક્સિન્સ પણ દૂર થાય છે. જોકે, સવારે ઉઠીને પાણી પીવાની આદત ઘણી લાભકારક છે. કારણ કે તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે, સાથે જ આખો દિવસ પૂરતું પાણી પીવાથી વધુ ભૂખ લાગતી નથી. જેથી રોજ 2થી 3 લીટર પાણી અવશ્ય પીવું જોઈએ. આથી શરીરને હેલ્થી રાખવા , ત્વચાના નિખાર માટે તેમજ બોડીના ટોક્સિન્સ દૂર કરવા માટે પુરતા પ્રમાણમાં પાણી પીવું ખુબ જરૂરી છે.