શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામીન અને મિનરલ્સની ખાસ ભૂમિકા હોય છે. તેમાંથી એક છે વિટામીનબી 12, જે યાદશક્તિ વધારવાની સાથે ડિપ્રેશન, થાક જેવી સમસ્યાઓને દૂર રાખે છે. ચાલો જાણીએ તેના વિશે
આ કોશિકાઓમાં ઉપલબ્ધ ડીએનએને બનાવવાની સાથે રિપેર કરવાનું કામ કરે છે. મસ્તિષ્ક, સ્પાઈનલ કૉર્ડની સંરચનામાં તેનો ખાસ રોલ છે. આ પ્રોટીન બનાવવા સિવાય લાલ રક્ત કોશિકાઓનું પણ નિર્માણ કરે છે.
હાથ-પગમાં બળતરા અને ઝણઝણાટી, વસ્તુ અને વાતો યાદ ન રહેવી, ત્વચા પીળી થઈ જવી, શરીરમાં નબળાઈ, ડિપ્રેશનમાં આવવું અથવા થાક લાગવો પણ વિટામીન બી 12ની કમીના લક્ષણો હોઈ શકે છે.
માંસાહારી ખોરાકમાં તે ભરપુર માત્રામાં હોય છે. પરંતુ શાકાહારી વસ્તુઓ જેમકે, દુધ, દહીં,પનીર, માખણ, સોયા મિલ્ક, બટાકા, ગાજર, મૂળા, બીટ અને બીટરૂટમાંથી પણ વિટામીન બી 12ની કમી પુરી કરી શકાય છે. આ પાણીમાં દ્રાવ્ય વિટામીન છે. તેને બી કોમ્પલેક્સનો હિસ્સો માનવામાં આવે છે.