કોરોના વાયરસ સામેની જંગમાં સેનિટાઈઝર દુનિયાભરમાં પ્રમુખ હથિયાર સાબિત થઈ રહ્યુ છે. સેનિટાઈઝરમાં હાજર આલ્કોહોલ વાયરસને ખતમ કરવામાં મદદગાર સાબિત થઈ રહ્યુ છે, પરંતુ હાલમાંજ અમેરિકાની સરકારી એજન્સીએ તેને લઈને ચેતવણી પણ જાહેર કરી છે. ઘણા સેનિટાઈઝરમાં હાનિકારક આલ્કોહોલ પણ મિક્સ કરવામાં આવી રહ્યુ છે.
જેનો તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડી શકે છે. ફૂડ અન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કહેવા પ્રમાણે તેના વપરાશથી તમારી આંખોની રોશની પણ જઈ સકે છે. દુનિયાભરની બજારોમાં આ સમયે સેનિટાઈઝરની પણ ભારે માગ છે.
આ મહીનાની શરૂઆતમાં જ FDAએ કહ્યુ હતુ કે, સામાન્ય લોકો અને સ્વાસ્થ્યકર્મીઓને મેથાનોલયુક્ત સેનિટાઈઝરનો વપરાશ કરવો જોઈએ નહી. સુરક્ષિત સેનિટાઈઝર્સ માટે FDA સેનિટાઈઝર ઉત્પાદકો અને ચિકિત્સકોની સાથે મળીને કામ કરી રહ્યા છે.
ઘણા સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આ વાતની પુષ્ટી કરી છે કે, ખોટા સેનિટાઈઝર્સના વપરાશથી ઘણા પ્રકારના ખતરા ઉત્પન્ન થઈ શકે છે. ચક્કર આવવા, ઉલ્ટી થવી, શરદર્દ, આંખોની રોશની જવી, આંચકી જેવી સમસ્યાઓ આવી શકે છે. ત્યાં સુધી કે, આ કારણે તમે કોમામાં પણ જઈ શકો છો.
માનવામાં આવે છે કે, એથનોલ જ એવુ એકમાત્ર આલ્કોહોલ છે, જે અમે કોઈપણ પ્રકારના ગંભીર પરિણામ વગર વપરાશ કરી શકો છો. આ કારણે આવા સેનિટાઈઝના વપરાશની સલાહ આપવામાં આવે છે.
જેમાં ઓછામા ઓછા 60 ટકા એથનોલ હોય છે, પરંતુ મેથાનોલ સસ્તુ પડે છે. જેથી ઘણાખરા લોકો તેનો વપરાશ કરે છે, વિચાર્યા વગર કે, તેનો તમારા સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડશે. મેથાનોલના કારણે હેન્ડ સેનિટાઈઝર ખૂબ જ ખતરનાક બની આવે છે.