બ્રિટનમાં હવે કોરોના તબાહી મચાવી રહ્યો છે. પ્રિન્સ ચાર્લ્સ બાદ હવે પીએમ બોરિસ જોનસનનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. કોરોના વાઈરસને વિશ્વના 195 દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના અત્યાર સુધીમાં વિશ્વભરમાં 5 લાખ 32 હજાર 200 કેસ નોંધાઈ ચૂક્યા છે. 24 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.
Over the last 24 hours I have developed mild symptoms and tested positive for coronavirus.
I am now self-isolating, but I will continue to lead the government’s response via video-conference as we fight this virus.
Together we will beat this. #StayHomeSaveLives pic.twitter.com/9Te6aFP0Ri
— Boris Johnson (@BorisJohnson) March 27, 2020
1 લાખ 24 હજાર 300 લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.કુલ પોઝિટિવ કેસોની સંખ્યામાં ચીન કરતા અમેરિકા આગળ નિકળી ગયું છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 85594 નોંધાયા છે, જ્યારે ચીનમાં 81340 નોંધાયા છે. ચીન કરતા ઈટાલી અને સ્પેનમા વધારે મૃત્યુઆંક નોંધાયો છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 8215 લોકોના મોત થયા છે, સ્પેનમાં 4365 લોકોના અને ચીનમાં 3292 લોકોના મોત થયા છે.
ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસની યુરોપમાં સૌથી વધારે અસર જોવા મળી છે. તેમાંય સૌથી વધુ સંક્રમણ ઇટાલીમાં જોવા મળી રહ્યું છે. હાલમાં આવેલા નવા રિપોર્ટ મુજબ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસનને પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
Please join me for an important update on #coronavirus #StayHomeSaveLives pic.twitter.com/QSlIOIaYsF
— Boris Johnson (@BorisJohnson) March 23, 2020
વૈશ્વિક ફેલાયેલા કોરોના વાયરસની ઝપેટમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ આવી ગયા છે. તે પછી વડાપ્રધાનને પણ કોરોના પોઝીટીવ આવતાં બ્રિટનમાં ફફડાટનો માહોલ છે. પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું ક્લેરેંસ હાઉસે બુધવારે જાહેરાત કરી હતી.71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પણ હાલ તેમનું સ્વાસ્થ્ય બરાબર છે.
પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યો હતો. બ્રિટનના વડાપ્રધાને પોતાને સેલ્ફ આઈસોલેશનમાં રહીને સરકારનું કામ કરવાનું જણાવ્યું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સંક્રમણ રોકવા માટે ત્રણ અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી હતી પરંતુ બ્રિટનના લોકો તેમના આદેશને ગંભીરતાથી નહતા લેતા. હાલ બ્રિટનના પ્રિન્સ બાદ વડાપ્રધાન પોતે પણ કોરોનાના સંક્રમણમાં આવી જતાં અન્યને ન થાય તે માટે સેલ્ફ આઈસોલેશનમાં રહીને લોકોની સેવા કરવાનું જણાવ્યું હતું.