કેટલીક એવી ચા છે જે ઝડપથી વજન ઉતારવામાં તમારી મદદ કરે છે. તેમાં એક છે મેથીની ચા. શું તમે જાણો છો કે જો તમે તેનું યોગ્ય માત્રામાં સેવન કરશો તો તમારું વજન ઝડપથી ઘટશે. તો ચાલો જાણીએ કે આ ચા પીવાથી તમને અન્ય કયા ફાયદાઓ થઈ શકે છે જેથી તમે ફિટ રહી શકો. હકીકતમાં મેથીમાં એન્ટાસિડ્સ હોય છે જે શરીરમાં એસિડ રિફ્લેક્સની જેમ કામ કરે છે. આ સાથે મેથીની ચા પેટના અલ્સરથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક છે.
મેથીની ચાથી કંટ્રોલમાં રહેશે સુગર
મેથીના દાણામાં ઘણા પોષક તત્વો હોય છે. તેનો ઉપયોગ તમે શુગર લેવલ જાળવી રાખવા માટે કરી શકો છો. આ તમારા શરીરમાં ઇન્સ્યુલિનની માત્રાને વધતા અટકાવે છે. તમે તમારી નિયમિત ચા અથવા કોફીની જગ્યાએ મેથીની ચાનો સમાવેશ કરી શકો છો.
આ રીતે બનાવો મેથીની ચા
મેથીની ચા બનાવવા માટે એક ચમચી મેથીનો પાવડર લો અને તેને ગરમ પાણીમાં મિક્સ કરો. આ પછી મેથીને ગાળી લો અને પીણામાં લીંબુ ઉમેરો. જો તમે ઈચ્છો તો મેથીને રાત્રે પલાળી રાખો અને સવારે તુલસીના પાન સાથે પાણીમાં ઉકાળો. ચાને ગાળીને તેમાં થોડું મધ ઉમેરો.
મેથીની ચાથી ઘટશે વજન
મેથીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાતમાં રાહત આપે છે. આ સિવાય મેથીની ચા પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. મેથી એક એવો મસાલો છે. જેનો ઉપયોગ તમે વજન ઘટાડવા અને ડાયાબિટીસનું જોખમ ઓછું કરવા માટે પણ કરી શકો છો. સ્વસ્થ અને ફિટ રહેવા માટે તમારે દરરોજ તમારી ડાયેટમાં મેથીની ચાનો સમાવેશ કરવો જોઈએ.