ભાગમભાગ વાળી જીંદગીમાં મોટાભાગના લોકોને સમયનો અભાવ હોય છે. જેના કારણે ત્વચા પ્રત્યે વધુ ધ્યાન આપી શકતા નથી. જેને કારણે તેમની સ્કિન જાંખી પડી જાય છે. આ થવા પાછળ એક જ કારણ જવાબદાર છેકે તેમની પાસે પુરતો સમય નથી. જો તમારી પાસે 2 મીનીટનો પણ સમય હોય તો અમે તમને બતાવી રહ્યા છે કેટલીક વિશેષ ઘરેલુ સરળ ઉપાય. જેને અપનાવી લેશો તો ચેહરો તમારો ખીલી ઉઠશે.
૧. જો આંખોની નીચે કાળા ડાધ પડ્યા હોય તો રોજ આંખોની આસપાસ કાચા બટાકાના ટુકડા વડે હળવા હાથે મસાજ કરવો. થોડાક જ દિવસોમાં કાળા કુંડાળા દૂર થઈ જશે. અને ચહેરો કાંતિવાન બનશે.
2. એક ચમચી મઘને લઈને તેને ચેહરા પર હળવા હાથે લગાવો. 15-20 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ ચેહરો ધોઈ લો. અને જો તૈલીય ત્વચા હોય તો મઘમાં ચાર પાંચ ટીપા લીંબૂનો રસ મિક્સ કરીને લગાવો. આનાથી ચહેરા પર કઈક અલગ જ રોનક જોવા મળશે.
3. સંતરાનો જ્યુસ પીવાથી પણ લાભ થાય છે. તેમજ સંતરાની છાલને સુકાવીને પેસ્ટ બનાવીને ચેહરા પર લગાડવાથી ફાયદો થાય છે.
4. જવનો લોટ, હળદર અને સરસિયાનું તેલ પાણીમાં મિક્સ કરીને ઉબટન બનાવી લો. આને રોજ શરીર પર માલિશ કરવી. અને ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરીલો. તેમજ દૂધમાં કેસર મિક્સ કરીને પીવો.
૫. બે ચમચી ખીરાનો રસ અને અડધી ચમચી લીંબૂના રસ માં ચપટી હળદર મિક્સ કરીને લગાવો.
6. મુલ્તાની તો તમને ખબર જ છે, આ મુલ્તાની માટીમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી રંગત નીખરે છે.
૭. આયુર્વેદમાં લીમડાણે ખુબજ ગુણકારી માનવામાં આવેલો છે. આ લીમડો ત્વચાની રોગ પ્રતિરોધી ક્ષમતા વધારે છે. તેના ઉપયોગથી પિંપલ્સ દૂર થાય છે. ચાર પાંચ લીમડાનાં પાનને મુલ્તાની માટીમાં મિક્સ કરી થોડુ પાણી નાખી વાટી લો. આ લેપ ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચેહરો ધોઈ લો.
૮. રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગાજરનુ જ્યુસ પીવાથી રંગ નિખરવા માંડે છે.
8. ચાર ચમચી મુલતાની માટી, બે ચમચી મઘ, બે ચમચી દહી અને એક લીંબૂનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.
૯. એક ચમચી મઘ અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરી ચેહરા પર લગાવો.
૧૦. સૂરજની કઠોર કિરણો ત્વચાની ચમકને ઓછી કરી દે છે. એટલે જ્યારે પણ બહાર જાવ તો સનસ્ક્રીન ક્રીમ કે લોશન લગાવો.