ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. આ જ કારણ છે કે હાડકાની મજબૂતીથી લઇને તમામ પ્રકારની બિમારીઓમાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમે જોયુ હશે કે મોટાભાગના એક્સપર્ટ ઈંડાનો પીળો ભાગ ખાવાની સલાહ આપતા નથી. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે આ ભાગ કયા લોકો માટે ઝેર સાબિત થઇ શકે છે.
કેટલાંક લોકો માને છે કે ઈંડાના પીળા ભાગથી વજન વધે છે. ખરેખર તેમાં ફેટ હોય છે, જેનાથી વજન વધવાની આશંકા રહે છે. એવામાં વજન ઘટાડી રહેલા લોકો ઈંડાના પીળા ભાગનુ સેવન ના કરે તો તેમના માટે ફાયદાકારક રહેશે.
ઈંડાનો પીળો ભાગ ખાવાથી થાય છે આ નુકસાન
1. ઈંડામાં કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોય છે, જેનાથી હાર્ટને નુકસાન થઇ શકે છે.
2. આ ઉપરાંત જે લોકોનુ બ્લડ શુગર વધતુ રહે છે તેવા લોકોએ પણ પીળા ભાગનુ સેવન ના કરવુ જોઈએ નહીંતર તમારી મુશ્કેલી વધી જશે.
3. બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ ઈંડાના પીળા ભાગથી દૂર રહેવુ જોઈએ. આ તમારા માટે પણ નુકસાનકારક છે.