સામાન્ય રીતે વાતાવરણનું તાપમાન વધુ હોય, શારીરિક શ્રમ વધુ કર્યો હોય ત્યારે પરસેવાનું પ્રમાણ વધુ રહે છે. પરસેવો આવવો એ શરીરની કુદરતી વસ્તુ છે અને તે શરીરને કુદરતી રીતે ઠંડુ કરવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે, શરીરના ઉત્સર્જન માટે પરસેવો ખુબ જ જરૂરી છે. આ પરસેવાના બે પ્રકાર છે, એક્સીન પરસેવો અને અપ્રુવીય પરસેવો. આ પરસેવો થાય ત્યારે જરૂરથી તેને લુછી નાખવો જોઈએ અને શરીરને ચોખ્ખું રાખવું જોઈએ. જો આમ કરવામાં ના આવે તો શરીરને લગતી કેટલીક સમસ્યાઓ ઉદભવી શકે છે. જેને સ્કીન એલર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં સ્કીન રેશિસ, બોડી એકને, યોનિમાર્ગ ચેપ, સ્કિન યેસ્ટ ઇન્ફેક્શન ,એથ્લીટ ફૂટ ,બોડી ઓડોર, ચાફિંગ વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. શરીર પર થયેલા વધારાના પરસેવાથી ચામડીમાં બળતરા તેમજ પીડાદાયક ખંજવાળ અનુભવાય છે. જો પરસેવાને સાફ કરવામાં ન આવે તો તે શરીરની ઓવરઓલ હાઇજીનને પણ અસર કરે છે. માત્ર હેલ્થ જ નહીં પરંતુ પરસેવાવાળા કપડાંની અંદર રહેવાથી અને ગંદી સ્મેલ આવવાને કારણે વ્યક્તિની પર્સનાલિટીને પણ તે અસર કરે છે. નોંધનીય છે કે, જો સામાન્ય લોકો કરતા અલગ અને વધુ પરસેવો થતો હોય તો ડોક્ટરને મળીને સલાહ લેવી આવશ્યક છે.