અત્યારે કોરોના સામેની લડાઇમાં જે વસ્તુનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે તે છે, વેન્ટીલેટર,વેન્ટીલેટરએ કોરોનાવાયરસના દર્દીઓના ઇલાજ માટે ખૂબ જ ઉપયોગી ઉપકરણ છે,ત્યારે સુરતની એસટીપીએલ કંપની દ્વારામેડિકલ ક્ષેત્રમાં ખુબ જ મદદરૂપ એવું વજનમાં માત્ર 8 કિલો વાળું વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યું છે. સિવિલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવેલું એસટીપીએલ કંપનીનું વેન્ટીલેટર માત્ર રૂ.50,000ની કિંમતમાં તૈયાર થયેલું છે.
આ અંગે કંપનીના સીઈઓ રાહુલ ગાયવાલા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, સરળતાથી હેરફેર કરી શકાય અને ઓછા પાવરે પણ તે કામ કરી શકે તે મુદ્દાને ધ્યાને રાખીને આ વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ જણાવે છે કે, 230 વોલ્ટની બેટરી આ વેન્ટીલેટરમાં ફીટ કરવામાં આવ્યું છે. જો વિકટની સ્થિતિ સર્જાય તો આ વેન્ટીલેટર 6 કલાક વગર પાવરે ચાલી શકે તેમ છે. કોઈ ઈમરજન્સી દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે ત્યારે તેવી સ્થિતિમાં આ વેન્ટીલેટર મદદરૂપ નીવડી શકે છે. આ વેન્ટીલેટરમાં ઈન્ડિયન બેટરીઓ હોવાથી પાર્ટસની શોર્ટેજ નડશે નહીં.
હાલ રોજના 5 વેન્ટીલેટર મશીન હાલ તૈયાર થઈ શકે છે
વધુ ઉમેરતાં કંપનીના સીઈઓ જણાવે છે કે, રોજના 5 વેન્ટીલેટર મશીન હાલ તૈયાર થઈ શકે છે પરંતુ સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટ બાદ પરવાનગી મળે તો કંપની રોજના 250 મશીનો બનાવી શકાશે.