અમદાવાદ બાદ સુરત કોરોનાનું નવું હબ બન્યુ છે. સુરતમાં ગઈકાલે કોરોનાના 308 કેસ નોંધાયા હતા. ત્યારે સુરતથી અમદાવાદ આવી રહેલા લોકો માટે અમદાવાદ તંત્ર અલર્ટ પર આવી ગયુ છે. સુરતથી આવનારા લોકોનું ખાસ ચેકિંગ કરવામાં આવે છે.
સુરતથી આવતા લોકોનુ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદમા માંડમાંડ ઓછા થઈ રહેલા કોરોનાના કેસ ન વધે તે માટે તકેદારી હાથ ધરવામાં આવી રહી છે. જેને પરિણામે એક્સપ્રેસ વે પર ચેકીંગ હાથ ધરાયું છે.
અત્યાર સુધી 360 રેપિડ ટેસ્ટ કરાયા છે. આ ટેસ્ટમાં 18 લોકો કોરોના સંક્રમિત જણાતા ચિંતા વધી ગઈ હતી. પોઝીટીવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. સુરત પાછા જનારાને પણ ક્વોરોન્ટાઈન કરવાની વ્યવસ્થા કરાશે. દાખલ કરવાની પણ વ્યવસ્થા કરવામા આવશે. કોરોનાના રેપીડ ટેસ્ટથી ચેકીંગ કરવામા આવી રહ્યુ છે.
સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સુરતમાં 9 દિવસમાં કોરોનાના 30 ટકા કેસ વધ્યા છે. સુરતમાં હાલ કોરોનાનો આંકડો 7,694 કેસ નોંધાયા છે. છેલ્લા 9 દિવસમાં સુરતમાં 2,322 કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે ગઇકાલે સૌથી વધારે 308 કેસ નોંધાયા હતા. ત્યારે અમદાવાદની જેમ સુરત પણ કોરોનાનું હબ બની રહ્યું છે. સુરતમાં કેસ વધતા લોકો સૌરાષ્ટ્ર તરફ પલાયન કરી રહ્યા છે.