દુનિયામાં આપણી રોજિંદી લાઇફમાં ફેસિંગ વર્કિંગ એન્વાયર્નમેન્ટ અને સોશિયલ મીડિયા પર એવું ઘણું બધું ચાલી રહ્યું છે કે, જે આપણી ઈચ્છા ના હોવા છતાં આપણે કરી રહ્યા છીએ ત્યારે આ બધાની વચ્ચે ક્યારેક અટકી જવું જરૂરી છે અને અટકીને તમારી જાતને ફક્ત એટલું જ પૂછવું કે, હું આ શા માટે કરી રહ્યો છું? જો તમે તણાવમાં છો, વિચલિત છો, ઉદાસ છો અથવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતાં નથી તો કદાચ હવે સમય આવી ગયો છે કે તમે વિરામ લો. આપણે આપણાં રોજિેદા જીવનમાં થોડાં કલાકો કાઢવા જોઈએ અને આપણાં માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમે આ માટે કોઈ ટીપ્સ શોધી રહ્યા છો તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. અમે દિલ્હીના એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. સમૃદ્ધિ ખત્રીનો સંપર્ક સાધ્યો અને તેમણે માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટેની ટિપ્સ આપી.
આપણને શા માટે સ્વ-સંભાળની જરૂર પડે છે, આ વાતને સમજાવતાં ડૉ. સમૃદ્ધિએ જણાવ્યું હતું કે, ‘માનસિક સ્વાસ્થ્યમાં વ્યક્તિના જીવનના તમામ શારીરિક, ભાવનાત્મક, માનસિક અને સામાજિક સુખાકારી જેવા પાસાંઓનો સમાવેશ થાય છે અને સ્વ-સંભાળ આપણી સુખાકારી વધારવામાં અને આપણા માનસિક સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.’ અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જે તમે તમારા રોજિંદા જીવનમાં ફોલો કરી શકો છો.
દરરોજ 30થી 40 મિનિટની શારીરિક કસરત કરવાથી સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડવામાં મદદ મળે છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે. અલબત્ત, તમારે આ સમયમર્યાદાને વળગી રહેવાની જરૂર નથી. તમે 5-10 મિનિટથી પણ શરુ કરી શકો છો અને ધીમે-ધીમે સમય વધારી શકો છો. ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલ બોય’ તે આપણાં જીવનમાં સાચું સાબિત થાય છે, કારણ કે મોટાભાગના લોકો પોતાના કામમાં એટલા સિરિયસ થઈ જાય છે કે, તેમની પાસે આનંદ માણવાનો સમય હોતો જ નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઘણાં લોકો તેને સમય વેડફવાની દ્રષ્ટિએ જુએ છે. આ આદત આખરે તમને એવા અંધકારમાં ઢસળી જાય છે કે, ત્યાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે. આ કારણોસર જ તમારા આખા દિવસમાંથી થોડો સમય કાઢીને તમને ગમતી કોઈપણ પ્રવૃત્તિ કરો જેમકે, વેકેશન પર જઈ શકો, પ્રિયજનો સાથે રાત્રિભોજન કરી શકો, સ્પામાં જઈ શકો, ખરીદી કરી શકો અથવા બીજી કોઈ પ્રવૃતિ કરો. સામાન્ય રીતે એવું કંઈક કરો જે તમને જીવંત રાખે.
જે ચીજવસ્તુઓ તમારાં જીવન વિશેના ખ્યાલ સાથે બંધબેસતી ન હોય તેને ના કહો, કારણ કે જ્યારે પણ તમે બીજાને ખુશ કરવા માટે કંઈક કરો છો અથવા ત્યારે તમને તેનાથી કોઈ સંતોષ મળશે નહીં. તમારા જીવનની યોજનામાં શું બંધબેસે છે અને શું નથી બેસતું તેના આધારે તમે તમારા પોતાના ગણતરીપૂર્વકના નિર્ણયો લઈ શકો છો,” ડૉ. સમૃદ્ધિએ જણાવ્યું હતું. પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી અને સારી ગુણવત્તાવાળી ઊંઘ આપણાં મન અને શરીર માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ઊંઘ દરમિયાન જ આપણું મગજ આખો દિવસ કરેલી ગતિવિધિઓ પર પ્રક્રિયા કરે છે. તેથી, દરરોજ રાત્રે લગભગ 6-8 કલાક સૂઓ. સારી ઊંઘ માટે ઊંઘનું યોગ્ય સમયપત્રક જાળવવું અથવા સૂતાં પહેલા સ્ક્રીનનો સમય ટાળવો. આ પગલાં તમને સારી ગુણવતાવાળી ઊંઘ અપાવી શકે છે.’